________________
૧૦૮
શ્રી ફુલક સમુચ્ચયા वासासु पंचसया, अट्ठय सिसिरे य तिन्नि गिम्हमि । पइदियहं सज्झायं, करेमि सिद्धंतगुणणेणं ।।६।। परमिद्विनवपयाणं, सयमेगं पइदिणं सरामि अहं । अहं दंसणआयारे, गहेमि निअमे इमे सम्मं ।।७।। देवे वंदे निच्चं, पणसक्कत्थएहिं एकवारमहं । दो तिन्निय वा वारा, पइजामं वा जहासत्ति ।।८।। अट्ठमीचउद्दसीसुं, सव्वाणि विचेइआइं वंदिज्जा । सव्वेवि तहा मुणिणो, सेसदिणे चेइअं इक्कं ।।९।। पइदिणं तिन्नि वारा, जिडे साहू नमामि निअमेणं । વેયાવāજિવી, મિત્રાપા-વૃદ્ધરૂi jત્રે ૨ પા.
વળી સિદ્ધાંત-પાઠ (ગાથા વિગેરે) ગણવા વડે વર્ષાઋતુમાં પાંચસો, શિશિર ઋતુમાં આઠસો અને ગ્રીષ્મઋતુમાં ત્રણસો ગાથા પ્રમાણ દરરોજ સ્વાધ્યાય કરું ૬//
પંચ પરમેષ્ઠિનાં નવપદોનું (નવકાર મહામંત્રનું) એક સો વાર હું સદાય રટણ કરું. (દરરોજ એક બાંધી નવકારવાળી ગણું). હવે હું દર્શનાચારના આ (નીચેના) નિયમોને સારી રીતે ગ્રહણ કરું છું. ૭.
પાંચ શકસ્તવ વડે દરરોજ એક વખત દેવવંદન કરું, અથવા બે વખત, ત્રણ વખત, કે પ્રહરે પ્રહરે (ચાર વખત) યથાશક્તિ આળસ રહિત દેવવંદન કરું. સાદા,
વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે સઘળાં દેરાસરો જુહારવાં તેમજ સઘળા ય મુનિરાજોને વાંદરા અને બાકીના દિવસોમાં એક દેરાસરે દર્શન-ચૈત્યવંદનાદિ અવશ્યક કરવું T૯ો
હંમેશાં વડીલ સાધુઓને અવશ્ય ત્રણ વાર (ત્રિકાળ) વંદન કરું અને બીજા ગ્લાન તથા વૃદ્ધાદિક મુનિજનોની વૈયાવચ્ચ યથાશક્તિ કરું. ૧૦//