________________
૯૯
जह गेहम्मि पलित्ते, कूवं खणिउं न सक्कड़ कोवि । તન્ન સંપન્ને મરો, ધમ્મો હ હ્રીરઘુનીવ ? ।।°°।। पत्तम्मि मरणसमए, डज्झसि सोअग्गिणा तुमं जीव ! । वग्गुरपडिओ व मओ, संवट्टमिउ जह व पक्खी ।। २० ।। ता जीव ! संपयं चिय, जिणधम्मे उज्जमं तुमं कुणसु । मा चिन्तामणिसम्मं, मणुयत्तं निष्फलं णेसु ।। २१ ।। ता मा कुणसु कसाए, इंदियवसगो य मा तुमं होसु । देविंदसाहुमहियं, सिवसुक्खं जेण पाविहिसि ।। २२ ।।
વૈરાગ્ય કુલકમ્
જેમ ઘરને આગ લાગે ત્યારે કૂવો ખોદવો કોઇના પણ માટે શક્ય બનતું નથી તેમ મરણ આવે ત્યારે જીવ ધર્મ કઇ રીતે કરી શકે ? ।।૧૯।।
જ્યારે મરણ સમય આવી જાય છે ત્યારે તારે મોતરુપી (અથવા ચિતારુપી) અગ્નિથી બળવું જ પડશે, જેમ જાળમાં ફસાયેલા પંખીએ છેવટે મરવું જ પડે છે. ||૨૦ ||
તેથી હે જીવ ! વર્તમાનકાળે તું જિનધર્મમાં પ્રયત્નશીલ બની જા. ચિંતામણિ રત્ન સમાન મનુષ્યપણાને નિષ્ફળ કરીશ નહિ. ।।૨૧।।
તેથી તું કષાય કરીશ નહિ, ઇન્દ્રિયને વશ થઇશ નહિ, જેથી તું દેવેન્દ્રો અને સાધુઓથી પ્રશંસાયેલા મોક્ષ સુખને પ્રાપ્ત કરીશ. ।।૨૨।।