________________
આવે? માટે હે સનિ ! તમે મને નરકરૂપ કૂવામાંથી ઉદ્ધર્યો. મારી વિવેકદષ્ટિ ઉઘાડી એમ વિચારીને મેટો ભાઈ પિતે એકલે જ પાદચારી થઈને નાના ભાઈને ખમાવવા માટે સામે ચાલ્યો. ત્યારે વારિ. ખિલે જાણ્યું કે મોટા ભાઈ સામા ચાલીને આવે છે આ અઘટતું થાય છે. માટે વારિખિલ્લએ સામા આવીને કહ્યું કે તમે મારા મોટા ભાઈ છે. પિતાના ઠેકાણે છે. તમારે સામે ચાલીને આવવું પડ્યું તે મારો વિનય ખમજે, હવે મારે આ રાજ્યને ખપ નથી. ત્યારે મેટા ભાઈ દ્રાવિડ પણ એવી જ ગગદ વાણીથી બોલ્યા કે હે ભાઇ મારે પણ રાજ્યનું પ્રયોજન નથી. હું નરકરૂપી કૂવામાં પડતું હતું પણ કુલપતિએ મને ઉગાર્યો. હવે તે હું એમ ચોક્કસ માનું છું કે રાજ્ય એ કેવલ નરકનું કારણ છે.
રાજેશ્વરી તે નરકેશ્વરી. સંસારમાં ધર્મવિના બીજું કઈ શરણ નથી. તે માટે હવે હું પણ વ્રતનું રાજ્ય લઈશ. હમણાં નિશ્ચયે તમને ખમાવવા માટે આવ્યો છું. આવી વાત સાંભળીને વારિખિલ બેલ્યા કે હે મોટાભાઈ ! તમે લેશે તે સંયમમાં પણ હું તમને મારા સ્વામી કરીશ. એટલે હું પણ દિક્ષા લઈ તમને ગુરુ બનાવીશ. આ રીતે બને ભાઈઓએ વ્રત લેવાનો નિર્ણય કર્યો. પછી પિતાના રાજ્યમાં પિતાના પુત્રોને સ્થાપન કરીને પિતાના મંત્રીઓ સહિત દશકોડ પુરુ
ની સાથે સુવગુ નામના તાપસની પાસે આવીને તાપસી દીક્ષા લીધી. તે સર્વ તાપસ જટાને ધારણ કરનારા કદમૂલને ખાનારા-ગંગાની માટીને શરીર પર લગાડનાર-અલ્પ કષાયવાળા–અલ્પજન કરવાવાળાઅલ્પ નિદ્રાવાળા, કરુણા છે મનમાં જેઓને એવા રાત-દિવસ શ્રી આદીશ્વર ભગવાનનું સ્મરણ કરતાં માળા ફેરવે છે. માંહે માંહે ધર્મકથા કરતાં લાખ વર્ષ ત્યાં જ રહે છે. એક દિવસ નમિ અને વિનમિ વિદ્યાધર રાજર્ષિના બે વિદ્યાધર મુનિરાજ શિષ્ય આકાશમાગે વિચરતાં ત્યાં આવ્યા. ત્યારે તેમને સર્વ તાપસોએ પ્રણામ કરીને પૂછયું કે આપ કયાંથી આવ્યા છે અને કયાં જશે? ત્યારે ધર્મલાભને
૩૮