SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ၂၀၀၉၉၀၉၅၁၈၇၉ ၉၇၇၉၀၅၄၇၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၉၉၀၉၇၉၇၇၉၀၀၉၀၀၉s આશિષ દઈને બને મુનિઓ એમ બોલ્યા કે અમે અહિંથી શ્રી સિદ્ધાચલ જઈશું. આ તીર્થ સંસાર સમુદ્રમાં પ્રવાહણ-વહાણ સરખું છે. અનંત પુણયને આધાર એ આ ગિરિ શાશ્વત છે. આની ઉપર અનંતા છ સિદ્ધિ વર્યા છે. અને અહિં અનંતા છ સિદ્ધિ વરશે. વળી ઋષિહત્યાદિક જે મોટા પાપ લાગ્યા હોય તે પણ આ ગિરિરાજનું સેવન કરવાથી ક્ષણમાં નાશ પામે છે. આ તીર્થને આશ્રય કરતાં અનંતા ભાવમાં થયેલાં કુકર્મ રૂપી શત્રુઓ પરાભવ કરી શકતાં નથી. આ રીતે હજાર વર્ષ સુધી એ ગિરિને મહિમા કહેતાં પાર આવતું નથી. આ ગિરિરાજને મહિમા સાંભળીને સર્વ તાપસે તીર્થયાત્રાને વિષે ઉત્સુક થઈ તે બને મુનિઓ સાથે પાદ વિહાર કરતાં શ્રી શત્રુંજ્યનું એકાગ્રમને ધ્યાન કરતાં વચમાં રોકાણ કર્યા વગર જાય છે. ત્યારે શ્રી સિદ્ધાચલજીની નજીક એક સરોવર છે. તેમાં ઘણાં હસે બેઠેલા છે. તેમાંથી એક હંસ અત્યંત શિથિલ અંગવાળ ભૂમિ પર આળોટે છે. તેની મરણ અવસ્થા નજીક જાણીને એક મુનિવરે પિતાના પાત્રામાંથી પાણી પીવરાવીને જરાક સ્વસ્થ કર્યો. પછી કરુણ બુદ્ધિથી નવકાર મંત્ર સંભળાવ્યે, ચાર શરણું અંગીકાર કારાવ્યા, અને પછી કહ્યું કે હે હંસ! તું શ્રી શત્રુંજયતીર્થને મનમાં ધારીને શ્રી યુગાદીશને યાદ કર. જેથી તારા બધા પાપે જતાં રહે. તે સાંભળીને હંસના જીવને શુભ ભાવના પ્રગટી. અને સમાધિ વડે કાલ ફરીને મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. હવે આ બાજુ તે સર્વ તાપસએ વિદ્યાધરના મુખેથી ધર્મોપદેશ સાંભળી-મિથ્યા ક્રિયા છોડી. લેચ કરી-પંચમહાવ્રતરૂપ સાધુધર્મ અંગી. કાર કર્યો. શ્રી સિદ્ધાચલ દેખીને તેમને ઘણે જ હર્ષ ઉત્પન્ન થયે. તે વખતે પોતાના આત્માને ધન્ય માનતાં તે પર્વત ઉપર ચઢવા લાગ્યા. ત્યાં ઉપર ચઢીને રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ પરમેશ્વર પ્રભુને નમી. સર્વ ચૈત્યમાં પ્રભુને નમસ્કાર કરીને હર્ષથી અણસણ સ્વીકાર્યું. શ્રી સિદ્ધાચલજીને ધ્યાને એક મહિનાના અનશનને પાળી speecedeeeeeeeeeeeeeeeeeestહજહજmees®eeeeeeeeee e ૩૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy