SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા વગર, પડિકાખ્યા વગર ભાવથકી પિતાના બે ભાઈ અને બે ભેજાઈઓની સાથે ઘનશ્રીએ દીક્ષા લીધી. તે પાંચે જણ દીક્ષા પાળીને દેવકને વિષે ઉત્પન્ન થયા. ત્યાં આયુઃ પૂર્ણ થયે બે ભાઈ આગળથી અવ્યા. તે સાકેતપુર નગરે અશોકદત્ત નામે શેઠના સમુદ્રદત્ત અને વરદત્ત નામે બે પુત્ર થયા. બહેનને જીવ પણ ચ્યવને ગજપુર નગરે શંખ નામે શ્રાવકની પુત્રી પણે આવી ઉપજેતે રૂપાળી અને સર્વાંગસુંદર હતી. તેથી તેનું સર્વાંગસુંદરી એવું નામ પાડ્યું. બે ભેજાઈના જીવ પણ દેવલેથી એવીને કેશલપુર નગર નંદન શેઠની શ્રીમતી અને કાંતિમતી નામે પુત્રીઓ થઈ. અનુક્રમે તે સર્વ યૌવન અવસ્થા પામ્યા. એકદા અકિદત્ત શેઠ કાંઈ કામ ઉદ્દેશીને ગજપુર નગરને વિષે આવ્યા, તેણે સવાંગસુંદરીને જોઈ, ત્યારે કોઈકને પૂછયું કે એ કેની કન્યા છે ? તેણે સર્વ વાત કહી, તે સાંભળીને પોતાના સમુદ્રદત્ત પુત્રને માટે શંખશેઠ પાસે તેને માંગી. શંખશેઠે હાંકરો ભયે. અનુકેમે સમુદ્રદત્ત અને સર્વાંગસુંદરી પરણ્યા. ત્યાર પછી અન્યદા જમાઈ સસરાને ઘેર આવ્યા. સસરાએ આદર સત્કાર દીધે. નિવાસ ઘર સજયું એવા અવસરમાં તે સર્વાંગસુંદરીને પ્રથમનું માયાબદ્ધ કર્મ ઉદય આવ્યું ત્યારે ભારે વાસઘરને વિષે રહેતાં કેઈ દેવવાણું અને કોઈ પુરુષની છાયા જોઈ ત્યારે ભર્તારને શંકા ઉપજી કે, મારી સ્ત્રી કુશીલણ છે. એને કોઈક જઈને ગયે. પછી તે સ્ત્રી વાસભવનમાં આવી; પણ ભર્તા રે બોલાવી નહિ. ત્યારે દુઃખા થઈને તેણે પૃથ્વી ઉપર જ રાત્રી ગુમાવી. પ્રભાતે કઈ સજજનને વિના પૂછે જ એક બ્રાહ્મણને કહીને સમુદ્રદત્ત સાકેતપુર નગરે ગયે. પછી કેશલપુરને વિષે નંદની દીકરી પૂર્વભવની સ્ત્રી શ્રીમતીને પરણ્ય, અને એને નાનો ભાઈ પણ તે શ્રીમતીની બહેન અને પાછલા ભવની પોતાની સ્ત્રી કાંતિમતીને પરણ્ય. તેના કુટુંબને સર્વાંગસુંદરીને વિષે ઘણુ અવૃતિ ઉપની. પછી જવું આવવું પણ ટળ્યું. ત્યારે સર્વાંગસુંદરી ધર્મને વિષે તત્પર થઈ. અનુક્રમે કઈક સાધવી પાસે દીક્ષા લીધી કાળાતરે વિહાર કરતી ગુરુણી - ::: m odesses : : આ ૧૫૪
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy