SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારી પૂજ્યોની ઉપકારિતાઃ સંયમી જીવનમાં જ્યારે જે કંઈ પણ કાર્યનો શુભારંભ કરીએ ત્યારે અમારા જીવનના પ્રાણસમાં પરમકૃપાળુ પૂજ્યપાદ્ દાદા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપા સાથેને સાથે જ હોય તો તેઓશ્રીનાં જે ગ્રંથનું સંપાદન કરીએ ત્યારે તેઓશ્રીની કૃપા વિશેષ હોય તે સ્વાભાવિક છે.” - જિનશાસનનભોમંડળમાં સૂર્ય-ચંદ્ર પેઠે ઝળકતી બંધુબેલડી, દીર્ધદૃષ્ટા, પરમોપકારી, પરમપૂજ્યપાદુ આચાર્ય મહારાજ શ્રી (પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ) તથા ભવોદધિતારક, સમતાના ભંડાર, પરમ પૂજ્યપાદુ શ્રીમાનું ગુરુદેવશ્રી (પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયઅશોકચંદ્ર- સૂરીશ્વરજી મહારાજ સાહેબ)ની અંતરની ભાવના કે પૂજ્ય શ્રીમાનું ધર્મરાજા ગુરુદેવશ્રીના દરેક ગ્રંથો સરળ બને અને અભ્યાસીઓ તેનો અધિકમાં અધિક ઉપયોગ કરે, તે રીતે પ્રયત્નશીલ રહેવું. તેથી તેઓ બને પૂજ્યશ્રીનો મંગલાશીર્વાદપૂર્વકનો પ્રેરણાસ્ત્રોત જ આ સંપાદન કાર્યની પૂર્તિમાં કારણરૂપ બનેલ છે.... તેમજ વિદ્વર્ય પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણી મ., વિદ્વદ્વર્ય પૂજ્ય પંન્યાસજી શ્રી શીલચંદ્રવિજયજી ગણી મ. આદિના પણ આ ગ્રંથ પ્રકાશન અંગે વિશિષ્ટ સૂચનો મળ્યા હોય તેઓને, તેમજ પ્રફ સંશોધન, ગાથાઓ, શબ્દકોષ આદિના અકારાદિક્રમ ગોઠવવા વગેરેમાં સહાયભૂત થતાં પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણીવર, મુનિ શ્રી કૈલાસચંદ્ર વિ. મુનિશ્રી શ્રમણચંદ્ર વિ. મુનિશ્રી શ્રીચંદ્ર વિ. મુનિ શ્રી પ્રશમચંદ્ર વિ., મુનિશ્રી શશીચંદ્ર વિ. આદિને અને દરેક કાર્ય કરવામાં સદા તત્પર રહેનાર સેવાભાવી રાજારામને પણ કેમ વિસરાય? | વિશેષતઃ પાઠમાળાના વાકયોનું જે પ્રાકૃત-સંસ્કૃત ગુજરાતી વગેરે છે તે શ્રાદ્ધવર્ય પંડિતજી શ્રીયુત કપૂરચંદભાઈ વારૈયા પાસે પાઠમાળા”ના અધ્યયન સમયે તેયાર કરેલ નોટ તેમજ તેઓએ જાતે પણ અભ્યાસીઓને ભણાવવાના બહોળા અનુભવે જે વાકયોની નોટ તૈયાર કરેલ તેના આધારે લીધેલ છે. તેથી તેઓને પણ વિશેષે યાદ કરવા જ રહ્યાં. આ “માર્ગદર્શિકા”ના પ્રકાશન માટે આર્થિક સહયોગની
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy