________________
३२८
'सव्वे जीवा वि 'इच्छंति, जीविठं न 'मरिज्जिडं । "तम्हा "पाणिवहं घोरं, "निग्गंथा "वज्जयंति णं ॥१३६।। 'अप्पणट्ठा परट्ठा वा, कोहा वा 'जइ वा 'भया । 'हिंसगं न "मुसं बूआ, "नो वि "अन् "वयावए ॥१३७।। 'मुसावाओ य लोगम्मि, 'सव्वसाहूहिं 'गरिहिओ ।
अविस्सासो य 'भूआणं, "तम्हा “मोसं 'विवज्जए ॥१३८॥ सर्वे जीवा अपि जीवितुमिच्छन्ति न मर्तुम् । तस्माद् घोरं तं प्राणिवधं, निर्ग्रन्था वर्जयन्ति ॥१३६।। आत्मा) परार्थं वा, क्रोधाद्वा यदि वा भयात् । हिसकं मृषां न ब्रूयाद्, नाऽप्यन्यं वादयेत् ॥१३७॥ लोके सर्वसाधुभिर्मुषावादश्च गर्हितः । भतानामविश्वास्यश्च, तस्मान् मषां विवर्जयेत् ॥१३८॥
બધા ય જીવો પણ જીવવાને ઈચ્છે છે, પરંતુ મરવાનું નહિ, તેથી ભયંકર એવી તે જીવહિંસાનો સાધુઓ ત્યાગ કરે છે. ૧૩૬
પોતાને માટે અથવા બીજાને માટે, કોધથી અથવા તો ભયથી પણ બીજાને દુ:ખ પહોંચાડે તેવું અસત્ય બોલવું જોઈએ નહિ અને બીજા પાસે બોલાવવું જોઈએ નહિ. ૧૩૭
જગમાં બધા ય સજજનોએ મૃષાવાદ = અસત્યવચન નિંદિત કરેલ છે અને લોકોને અવિશ્વાસપાત્ર બને છે, તેથી બીજા વ્રત મૃષાવાદનો ત્યાગ કરવો જોઈએ. ૧૩૮