________________
२३३
राज्ञा सुवर्णकारान् व्याहार्याऽऽत्मनो मुकुटे वज्राणि वैडूर्याणि रत्नानि चाऽरच्यन्त । રાજાએ સોનીઓને બોલાવીને પોતાના મુકુટમાં વજ્ર અને વૈડૂર્યરત્નો રચાવ્યા.
संपइनरिदैण सयलाए पिच्छीए जिणेसराणं चेइयाइं कराविआई । सम्प्रतिनरेन्द्रेण सकलायां पृथ्व्यां जिनेश्वराणां चैत्यानि कारितानि । સંપ્રતિરાજાએ આખી પૃથ્વીમાં જિનેશ્વરોના ચૈત્યો કરાવ્યા. तवस्सी भिक्खू न छिंदे, ण छिंदावए, ण पए, ण पयावए । तपस्वी भिक्षुर्न छिन्द्यात्, न छेदयेत्, न पचेत्, न पाचयेत् । તપસ્વી ભિક્ષુ છેદે નહિ, છેદાવે નહિ, રાંધે નહિ, રંધાવે નહિ. समणोवासगो पइट्ठाए महोच्छवे सव्वे साहम्मिए भुंजावेईअ । श्रमणोपासकः प्रतिष्ठाया महोत्सवे सर्वान् साधर्मिकानभोजयत् । શ્રાવકે પ્રતિષ્ઠાના મહોત્સવમાં સર્વ સાધર્મિકોને જમાડયા. जई पिआ पुत्ते सम्म पढावंतो, तो वुड्ढत्तणे सो किं एवंविहं दुहं लहेन्तो ? यदि पिता पुत्रान् सम्यगपाठयिष्यत्, ततो वृद्धत्वे स किमेवंविधं दुःखम
लप्स्यत ? ।
જો પિતાએ પુત્રોને સારી રીતે ભણાવ્યા હોત, તો ઘડપણમાં તે શું આવા પ્રકારનાં દુ:ખને પામત ?.
नरिंदेण तत्थ गिरिम्मि चेइयं निम्मविअं । नरेन्द्रेण तत्र गिरौ चैत्यं निर्मापितम् । રાજા વડે તે પર્વત ઉપર દેરાસર બનાવાયું.
खमियव्वं खमावियव्वं, उवसमियव्वं उवसमावियव्वं, जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तओ अप्पणा चेव उवसमियव्वं । क्षन्तव्यं क्षमितव्यम्, उपशान्तव्यमुपशमितव्यम्, य उपशाम्यति तस्यास्त्याराधना, यो नोपशाम्यति तस्य नास्त्याराधना, तत आत्मनैवोपशान्तव्यम् ।
ખમવુ ને ખમાવવું જોઇએ, ઉપશાંત થયું અને ઉપશાંત કરવું જોઇએ, જે ઉપશાંત થાય છે, તેને આરાધના છે, જે ઉપશાંત થતો નથી, તેને આરાધના નથી, તેથી પોતે નિચે ઉપશાંત થવું જોઇએ.