________________
२०२ પ્રાકૃત વાક્યોનું સંસ્કૃત - ગુજરાતી देविंदेहिं अच्चिअं सिरिमहावीरं सिरसा मणसा वयसा वंदे । देवेन्द्ररर्चितं श्रीमहावीरं शिरसा मनसा वचसा वन्दे । દેવેન્દ્રો વડે પૂજાયેલા શ્રી મહાવીરને મસ્તક વડે, મન વડે અને વચન વડે હું વંદન કરું છું. महासईए सीयाए अप्पाणं सोहन्तीए निअसीलबलेण अग्गी जलपूरीकओ । महासत्या सीतयाऽऽत्मानं शोधयन्तया निजशीलबलेनाऽग्निर्जलपूरीकृतः । પોતાને શુદ્ધ કરતી મહાસતી સીતા વડે પોતાના શીલના બળવડે અગ્નિ જળથી ભરી દેવાયો. गुरुया अप्पणो गुणे अप्पणा कयाइ न वण्णन्ति । गुरुका आत्मनो गुणानात्मना कदापि न वर्णयन्ति । भोट मासो पोताना गुगोने પોતાની જાતે કયારેય વખાણતા નથી. नराणं सुहं वा दुहं वा को कुणइ ?, अप्पणच्चिय कयाई कम्माइं समयंमि परिणमंति । नराणां सुखं वा दुःखं वा कः करोति ?, आत्मनैव कृतानि कर्माणि समये परिणमन्ति । મનુષ્યોને સુખ અથવા દુઃખ કોણ કરે છે ?, પોતે કરેલા કર્મો જ સમયે પરિણમે છે. जइ उ तुम्हे अप्पणो रिद्धिं इच्छह, तो निच्चंपि जिणेसरं आराहह । यदि तु यूयमात्मन ऋद्धिमिच्छथ, ततो नित्यमपि जिनेश्वरमाराधयत । જો તમે પોતાની ઋદ્ધિને ઇચ્છો છો, તો હંમેશા જિનેશ્વરની આરાધના કરે. जो कोहेण अभिभूओ जीवे हणइ, सो इह जम्मे परम्मि य जम्मणे वि अप्पणो वहाइ होइ । यः क्रोधेनाऽभिभूतो जीवान् हन्ति, स इह जन्मनि परस्मिंश्च जन्मन्यप्याऽऽत्मनो वधाय भवति । જે કોધ વડે પરાભૂત થયેલો જીવોને મારે છે, તે આ જન્મમાં અને બીજા જન્મમાં પણ પોતાના વધને માટે થાય છે.