________________
सिरिअंगुलसत्तरी
૨૦૯ અર્થ - એકેકા પ્રકારની વીથિકાને વિષે માર્ગને વિષે અનેક દ્વાર હોય, જેહ કારણથી તદ્વશાત્ તે અનેક દ્વારનાં વિશેષ પ્રાકારને વિષે પુરો અનેક હોય. (૬૩)
तत्तो तहाविहो कोइ नत्थि बज्झाण अंतरंगाणं। गेहाणिस्थ विसेसो एवं किं माइ नो तत्थ ॥६४॥
અર્થ - તતઃ સ્માત્ કારણાત્ તે કારણથી નગરી બહાર ઘર છે તેનું તથા નગરીમાંહિ ઘર છે તેહનું, અત્ર તથાવિધ કોઈ વિશેષ નથી, જેહવાં નગરી બહારનાં ઘર છે તેહવાં નગરી માહીલાં ઘર. ગ્રંથકાર પુછે છે. કહીએ એવું ઈણ પ્રકારે તત્વ – તે ભરતક્ષેત્રને વિષે કિં ન માય? અપિ તુ માય. (૬૪)
जुअलुप्पन्नो तयणंतरो वि पाएण भरहखित्तम्मि । लोगो तो माइ बहू पुरेसु गामेसु नेअव्वो ॥६५॥
અર્થ - જુગલીયાં ઉત્પન્ન થયાં તદનંતર તિવાર પછી કહેતાં ઢંકડે જે કાલ પ્રવાહે ભરતક્ષેત્રને વિષે લોક પુરને વિષે ગામને વિષે ઘણું માય. એહવું જાણવું. તો પાછલા કાલના કેમ ન માય? (૬૫)
लेसुद्देसेणेवं संमायंतंमि चक्किपरिवारे । कहमन्नहा सुअत्थो बुहेण तीरइ परूवेउं ॥६६॥
અર્થ - એવું ઈણ પ્રકારે તસ્મિન્ તે ભરતક્ષેત્રના લેસુદેસણ કહેતાં લવલેસ માંહી ચક્રીનો પરિવાર માય તો અન્યથા સૂત્રનો અર્થ પ્રરૂપવા કેમ શક્તિમાન થઈએ ? (૬૬)
जइ पुण सहस्सगुणिए चउसयगुणिए व कस्सई तोसो। तो सो तहा वि कुज्जा परं विरोहं परिहरिज्जा ॥६७॥