________________
૨૧૦
सिरिअंगुलसत्तरी અર્થ - યદિ કહેતાં જો પુનઃ વલી સહસ્ત્ર (૧000) ગણિત અને ચારસો ગુણિત કહીને સંતોષ ઉપજે તો તથાવિધ તે સંતોષ કરો પરંતુ સહસ્ર ગુણિત ચારસો ગુણીત એહનું માનવું પણ એટલું કરવું વિરોધ પરિહરવો. (૬૭)
अम्हाणमभिनिवेसो न कोइ इत्थ परमनहा सुत्तं । अघटतं पिव पुव्वावरेण पडिहाइ किं करिमो॥६८॥
અર્થ - અત્ર અંગુલ વિચારને વિષે ગ્રંથકારક કહે છે અચ્છને કાંઈ અભિનિવેસ કહેતાં કદાગ્રહ નથી પરં અન્યથા પૂર્વાપર પહેલું અને પછી સૂત્ર વિઘટે હું શું કરું? (૬૮).
एअम्मि अ पन्नविए उस्सुत्तं हुज्ज किं पि जइ इत्थ । तो मे मिच्छादुक्कडमिह तत्तविऊ जिणो जेण ॥६९॥
અર્થ - એ અંગુલ સત્તરી પ્રરૂપતાં કાંઈપણ ઉસૂત્ર, યદિ કહેતાં જો, અત્ર કહેતાં ઈહાં, અંગુલ વિચારને વિષે મુજને “મિચ્છામિ દુક્કડમ્ જે કારણે તત્ત્વની જાણ જિન કેવલી તે જાણે. (૬૯)
सिरिमंमुणिचंदमुणीसरेहिं सुत्ताणमणुसरंतेहिं । सुत्तगयजुत्तिसारं रइअमिणं सपरगुणहेउं ॥७० ॥
અર્થ - સૂત્રની આજ્ઞાને અનુસરતા એવા શ્રીમાન્ મુનિચંદ્રમુનીશ્વરે સૂત્રગત જે યુક્તિ તે સાર પ્રધાન એહવી અંગુલસપ્તતિકાની રચના કરી. કિમર્થ રચિત સ્વ અને પરને અર્થે. (૭૦)
॥ इति श्रीअङ्गुलसप्ततिका समाप्ता ॥