________________
૨૦૮
सिरिअंगुलसत्तरी चक्कीभवणप्पमाणं ववहारे भासियं फुडं एअं। तह केसवाण राईण पागयाणं च लोगाणं ॥६०॥
અર્થ - ચક્રી, વાસુદેવ, રાજા, પ્રાકૃતલોક-સામાન્યલોક એહના ભવનનું પ્રમાણ એવું કહ્યું છે. (૬૦)
તે કહે છે – चक्कीणं अट्ठसयं चउसट्टी होइ वासुदेवाणं। बत्तीस मंडलीए सोलस हत्था उ पागईए ॥६१ ॥
અર્થ - ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય, વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય, મંડલીકરાજાનું ભવન ૩ર હાથનું હોય, સામાન્ય લોકનાં ઘર ૧૬ હાથના હોય. (૬૧)
કાંઈક અધિક્ કહીએ છીએ – एगतलेसु गिहेसु एअं बत्तीसतलगिहाईसु। मायंति तयणुसारेण जे पुणो ते अणेगगुणा ॥६२ ॥
અર્થ - એકતલુ છે જેહનું એહવા ઘરને વિષે એએ પૂર્વોક્ત મનુષ્ય પાંચસે માય, બત્રીસતલાં છે જેહનાં એવા ઘરને વિષે તેવા અણસારે બત્રીસતલાને વિષે જુદા જુદા પાંચસો પાંચસો માય, જે પુનઃ વલી તે એકતલાના ઘરથી બત્રીસ તલા અનેક ગુણા કહેતાં એહવા ઘર અનેક છે. (૬૨)
કિંચ - एगेगाए पागारवीहिगाए अणेगबाराई। जं हुंति तव्वसाओ पायारपुराई णेगाई ॥६३ ॥