SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ (vii) કૃતયુગ્મ વગેરે (ix) પૃથ્વી વગેરેનું પરિમાણ પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો સ્પષ્ટ કર્યા છે. (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (અવસૂરિ સહિત) આ સ્તોત્રની રચના પૂર્વના અજ્ઞાત મહાત્માએ કરેલ છે. તેની ૧૧ ગાથા છે. તે સંસ્કૃત ભાષામાં છે. આ સ્તોત્ર ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૮ પ્રકારના પુદ્ગલપરાવર્તોનું સ્વરૂપ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. (૭) શ્રીઅંગુલસત્તરી (શબ્દાર્થ સહિત) શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની ૭૦ મૂળગાથા છે. તે પ્રાકૃત ભાષામાં છે. પૂર્વના કોઈ મહાત્માએ તેના શબ્દાર્થ લખ્યા છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ત્રણ પ્રકારના અંગુલોનું સ્વરૂપ બતાવ્યું છે. પછી તેમણે વિવિધ રીતે એ સિદ્ધ કર્યું છે કે પ્રમાણાંગુલથી પર્વત વગેરે જે મપાય છે તે પ્રમાણાંગુલની પહોળાઈથી મપાય છે, લંબાઈથી કે ક્ષેત્રગણિતથી નહીં. પદાર્થસંગ્રહમાં અમે આ બધુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. (૮) શ્રીસમવસરણસ્તવ (અવસૂરિ સહિત) શ્રીધર્મઘોષસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની મૂળગાથા ૨૪ છે. તે પ્રાકૃતભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ગોળસમવસરણનું સ્વરૂપ, ચોરસ સમવસરણનું સ્વરૂપ, ૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો, ૧૨ પર્ષદા, ૨૪ ભગવાનના સમવસરણોની લંબાઈ-પહોળાઈ વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ઉપર બતાવેલા આઠે ગ્રંથોના પદાર્થોનો તલસ્પર્શી બોધ થાય. સંસ્કૃત ભાષા નહીં જાણનારા જીવો આ
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy