SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ પદાર્થોના જ્ઞાનથી વંચિત ન રહી જાય એ માટે સરળ ગુજરાતી ભાષામાં પદાર્થોનો સંગ્રહ કરવાનો આ પ્રયાસ કર્યો છે. પદાર્થસંગ્રહ દ્વારા એ જીવોને પણ સુંદર બોધ થશે. દરેક ગ્રંથના પદાર્થસંગ્રહ પછી તેની મૂળગાથા અને અવચૂરિ પણ આપ્યા છે. તેથી વિદ્વાનો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે. દરેક ગ્રંથના મૂળગાથા અને અવચૂરિની પહેલા સંશોધક મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે લખેલ પ્રસ્તાવના પણ આપી છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થોનું પણ સંકલન કરેલ છે. તે પણ ટૂંક સમયમાં પ્રકાશિત કરવાની ભાવના છે. પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને ગુરુદેવ પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવર્ય - આ ગુરુત્રયીની અનરાધાર કૃપાવર્ષાથી જ આ પુસ્તકનું સંકલન-સંપાદન શક્ય બન્યું છે. તેમના ચરણોમાં અનંતશ: વંદના. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ સ્વ-પર જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર ઉલેચી સમ્યજ્ઞાનનો પ્રકાશ ફેલાવી શીધ્ર મુક્તિને વરે એજ એકમાત્ર શુભાભિલાષા. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયુ હોય તો તેની ક્ષમા યાચુ છું. લી. વિ.સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૨, ગોડીજી ઉપાશ્રય, ગુરુવાર પેઠ, પૂના મહારાષ્ટ્ર, પ્રેમ-ભુવનભાનુસૂરિપં.પદ્મવિજયજી મ.ના વિનેય આ. હેમચન્દ્રસૂરિ.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy