________________
મૂળગાથા અને અવચૂરિ આજથી ૯૯ વર્ષ પૂર્વે વિ.સ. ૧૯૬૮માં ભાવનગરની શ્રી આત્માનંદ જૈન સભાએ પ્રકાશિત કરેલ. તેમનું સંશોધન અને સંપાદન પન્યાસપ્રવર શ્રી કાંતિવિજય મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજીએ કરેલ. આ ગ્રંથોના આ પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વસંશોધક, પૂર્વસંપાદક અને પૂર્વપ્રકાશકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સદા તેમના ઋણી રહીશું.
આ પુસ્તકનું મુદ્રણ કરનાર કિરીટ ગ્રાફિક્સવાળા શ્રેણિકભાઈનો અને આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈનો પણ આભાર માનીએ છીએ.
આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઈ સમ્યજ્ઞાન પામી સ્વ-પર મુક્તિને નિકટ બનાવે એજ શુભાભિલાષા.
આજ સુધીમાં પૂજ્યશ્રી દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ૬૭ ગ્રંથોના પ્રકાશનનો અમને લાભ મળ્યો છે. હજી આગળ પણ પૂજયશ્રીના ગ્રંથોને પ્રકાશિત કરવાનો વધુને વધુ લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ
- ટ્રસ્ટીગણ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ
(૫) ઉપેન્દ્ર તારાચંદ શાહ
0
0
C