________________
પ્રકાશકીય...
પદાર્થ પ્રકાશ ભાગ-૧૪ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે ઘણા પદાર્થગ્રંથોના પદાર્થોનું સંકલન કર્યું છે. તેને પદાર્થપ્રકાશના ભાગોની શ્રેણિરૂપે પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમને મળ્યો છે. તે બદલ અમે પૂજયશ્રીના આભારી છીએ અને અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ.
આજ સુધી પદાર્થપ્રકાશના ભાગ-૧ થી ભાગ-૧૩માં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ અને કર્મપ્રકૃતિના પદાર્થો અને મૂળગાથા-શબ્દાર્થ પ્રકાશિત કર્યા છે. હવે આ પદાર્થપ્રકાશ ભાગ-૧૪માં ચાર ગ્રંથોના પદાર્થો અને મૂળગાથા-અવચૂરિ પ્રકાશિત કરી રહ્યા છીએ. તે ગ્રંથો આ પ્રમાણે છે – ૧) શ્રીશુલ્લકભવાવલિપ્રકરણ (અવચૂરિ સહિત)
શ્રીસિદ્ધદંડિકાસ્તવ (ટિપ્પણી સહિત) ૩) શ્રીયોનિસ્તવ (ટિપ્પણી સહિત) ૪) શ્રીલોકનાલિદ્ધાત્રિશિકા (અવચૂરિ સહિત)
આ ચારે ગ્રંથોના પદાર્થોનું સંકલન પૂજયશ્રીએ કર્યું છે. તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ચારે ગ્રંથોના