________________
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
૧૩૯
રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૪ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. એમ અસંખ્ય લાખ સુધી ઉત્તરોત્તર ૧ લાખ – ૧ લાખની વૃદ્ધિ જાણવી. મોક્ષમાં ગયેલા ૨ લાખ ૩લાખ૪ લાખ પ લાખ યાવત્ અસંખ્ય લાખ રાજાઓ | | | | | | | | | અનુત્તરમાં ગયેલાર લાખ ૩ લાખ ૪ લાખ પ લાખ યાવત્ અસંખ્ય લાખ રાજાઓ
ત્યારપછી ૪ ચિત્રાંતરસિદ્ધદંડિકાઓ છે - (૪) એકોત્તરસિદ્ધદંડિકા -
એકથી શરૂ થાય અને ઉત્તરોત્તર ૧-૧ વધે.
સમસંગસિદ્ધદંડિકા પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૩ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૪ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી પ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૬ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ એકોત્તર વૃદ્ધિથી રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. યાવત્ અસંખ્ય રાજાઓ મોક્ષમાં અને અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયા. મોક્ષમાં ગયેલા | ૧ | ૩ ||૭| ૯ |૧૧|૧૩ /૧૫ યાવત્ અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયેલા ર0 1 1 ૮૧/૧ર/૧૪/૧૬/ યાવતુ અસંખ્ય રાજાઓ ||||| (૫) વ્યુત્તરસિદ્ધદંડિકા -
એકથી શરૂ થાય અને ઉત્તરોત્તર ૨-૨ વધે.
એકોત્તરસિદ્ધદંડિકા પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૩ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી પ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૭ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ ઉત્તરોત્તર ૨-૨ની વૃદ્ધિથી રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. યાવત્ અસંખ્ય રાજાઓ મોક્ષમાં ગયા અને અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયા.