SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધદંડિકાસ્તવ ૧ ૩૫ શ્રીદેવેન્દ્રસૂરિ વિરચિત શ્રીસિદ્ધદંડિકાસ્તવ પદાર્થસંગ્રહ શ્રી સિદ્ધદંડિકાસ્તવની રચના શ્રીદેવેન્દ્રસૂરિજીએ કરેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણી છે. આ બંનેના આધારે નીચેના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. ઋષભદેવ ભગવાનના કેવળજ્ઞાન પછી અંતર્મુહૂર્તથી માંડીને પરંપરામાં અસંખ્ય પુરુષો સુધી જે મોક્ષગમન કહ્યું છે તેમાં આ પ્રમાણે સિદ્ધદંડિકાઓ થઈ છે. અષ્ટાપદપર્વત ઉપર સુબુદ્ધિ મુનિએ સગરચક્રવર્તીના દીકરાઓને શત્રુંજય ઉપર સિદ્ધ થયેલા ભરત ચક્રવર્તીના વંશના રાજાઓ જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે હું કહીશ. (૧) અનુલોમસિદ્ધદંડિકા - ઋષભદેવપ્રભુના વંશજ, ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશા વગેરે ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૧ રાજા અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy