________________
પન્યાસમુનિ શ્રી અભયસાગરજી મહારાજ ગણું સાથે વિ. સં. ૨૦૧૮ ના પોષ મહિને પ્રસંગોપાત વાત નિકળતાં પૂ૦ ગણિવર્યશ્રીના પિતાના આઠ બાલમુનિએને લધુવૃત્તિ ભણાવતી વખતે, પુસ્તકની દુલભતા અને ભણનારને ઉપયોગી થાય તેવા વ્યવસ્થિત સંપાદનવાળા પુસ્તકની ખામીને સ્વાનુભવ સાંભળી અમેએ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવા ધારેલ લઘુવૃત્તિ વ્યાકરણના પુનઃમુદ્રણની વાત રજુ કરી,
પૂ. પંન્યાસશ્રીએ સંપાદનની જવાબદારી સ્વીકારી જેથી અમેને ખૂબ આનંદ થયે
પૂ૦ પંન્યાસશ્રીના સ્વાનુભવ પ્રમાણે ભણનાર બાલમુનિ કે તરૂણ શ્રમણ-શ્રમણુઓના મનોવૈજ્ઞાનિક દષ્ટિકોણથી ઓછા પ્રયત્ન, નક્કર ઐલિથી ઉમંગઉત્સાહ પૂર્વક વ્યાકરણ જેવા ગોખણપટ્ટીપ્રધાન વિષયમાં આગળ ધપી શકે, તે આશયથી સંપાદનની આગવી શૈલિથી પૂ૦ ગણિવર્યશ્રીએ પ્રયત્નપૂર્વક આ મુદ્રણમાં થાન આપ્યું છે, જે બદલ અમે તેઓના આભારી છીએ,
અમારા સ્વર પિતાજી જેશિંગભાઈ કાલીદાસ શાહે શાસન સમ્રાટ પ્રૌઢ પુણ્ય પ્રતાપી સ્વ. પૂ૦ આ૦ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજની દોરવણી પ્રમાણે ઘણા ધર્મકાર્યો કર્યા છે, અને પુસ્તક ફડ પણ આવા મહત્વના પ્રથાના પ્રકાશન આદિમાં વપરાયા છે,