SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૭ શારદા સિદ્ધિ આત્મા પોતે જ ટિકીટ માસ્તર છે. આ નાનકડા ભવમાં પૈસા, શરીર અને કુટુંબ ઉપર વધારે મેડ કરીને એની ચિંતામાં જે રાત-દિવસ પસાર કરશે તે પશુપક્ષીના ભવમાં જવું પડશે. મનગમતા સાધને મેળવવા માટે જીવની હિંસા કરતા હૈયું નિષ્ફર બની જશે ને નરકગતિમાં જવું પડશે. મનમાં કમળતા, હૈયામાં સરળતા, પ્રકૃત્તિની ભક્તિા , વચનમાં મીઠાશ, નિરાભિમાનતા, શરીરથી કઈને હેરાન ન કરવાની વૃત્તિ, દયા, દાન વિગેરે ગુણ વડે મનુષ્યમાંથી મરીને મનુષ્યને ભવ મળે. ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, તપ, અરિહંત પ્રભુની આજ્ઞાનું પાલન, ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું આદિ ગુણે વડે દેવલેકમાં જવાય છે, અને ઉંચામાં ઉંચા સમતા, સંયમ, સહનશીલતા, સંતેષ, અપ્રમત્તભાવ આદિ શ્રેષ્ઠ ગુણે વડે મેક્ષ ગતિ મળે છે. અત્યારે આપણાથી અહીંથી સીધા મેક્ષ ગતિમાં જઈ શકાય તેમ નથી, માટે પિતાની કરણ અનુસાર કઈ પણ એક ગતિમાં જવું પડે છે. તે તિર્યંચ ગતિ અને નરક ગતિને લાયક કાર્યો છેડીને નિસ્પૃહતા, વૈરાગ્ય, સરળતા, ઈન્દ્રિયદમન અને ચિત્તની સ્થિરતા આદિ ગુણોની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરીને આવતે ભવ ઉંચા દેવને અથવા મનુષ્યને મળે એવી કરણી કરી પરંપરાએ મોક્ષમાં પહોંચવા માટેની તૈયારી કરવી જોઈએ. ચિત્તમુનિ કહે છે કે હે બ્રહ્મદત્ત ! મેં તને એ જોરદાર ઉપદેશ આપ્યો છે કે પાષાણ જેવા કઠેર હદયને મનુષ્ય હેય તે પણ પીગળી જાય. ભલે, ચારિત્ર લેવાની એનામાં તાકાત ન હોય તે એ સંસારમાં રહીને પણ કંઈ ને કંઈ ધર્મારાધના કરે છે, એના હદયનું, એના જીવનનું પરિવર્તન થઈ જાય છે, પણ તારા હૃદયમાં એની બીલકુલ અસર કેમ થતી નથી ? તારું હૃદય બીલકુલ પીગળતું નથી. મને તે એવું દુઃખ થાય છે કે તારું શું થશે? न तुज्झ भागे चइउण बुध्धि, गिधासि आरंम परिग्गहेसु । महिं कओ इत्तिउ विप्पलावो, गच्छामि रायं अमितिओसि ॥ ३३ ॥ હે રાજા! તમારી બુદ્ધિ ભેગોને છોડવાની નથી. તમે આરંભ પરિગ્રહમાં અત્યંત ગૃધ્ધ છે. મેં તમારી સાથે આટલે બધે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો. હવે હું જાઉં છું. કોઈ અજ્ઞાન માણસને કઈ સજ્જન પુરૂષ એના ભલા માટે હિત શિખામણ આપે, કઈ પણ રીતે એનું કેમ હિત થાય, એનું જીવન કેમ સુધરે એવી કરૂણા દ્રષ્ટિથી એને સમજાવે પણ સામી વ્યક્તિ ઉપર જે એની કોઈ અસર ન થાય તે પછી સજજન પુરૂષ પણ થાકી જાયને? બ્રહ્મદત્તનું હૃદય પીગળ્યું નહિ. આનું જે કઈ કારણ હોય તે તે એક જ કારણ છે કે પૂર્વભવમાં કરેલું નિયાણું. નિયાણાના કારણે એની ભેગાસક્તિ છૂટતી નથી. બાકી ચક્રવતિમાં બુદ્ધિ ન હતી એમ નહિ કે આટલે ઉપદેશ આપવા છતાં એ સમજે નહિ. જે જીવ ભારેકમી હોય તે એના પુણ્યોદયથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy