SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ થઈ ? એના પ્રાણુ ગયા ને સોનાની લંકા રાખમાં મળી ગઈ. ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને જન્મ કારાગૃહમાં થયું અને જન્મ પછી નંદ ભરવાડને ત્યાં યશોમતી પાસે મોટા થયા. કયાં દેવકી માતા અને પિતાજી વસુદેવ રાજા અને કયાં નંદ અને યશોમતી ! બાર યોજન લાંબી ને નવ જન પહોળી છા૫ન કરોડ યાદવોથી યુક્ત એવી દ્વારકા નગરી દ્વીપાયન ઋષિને કેપના કારણે અગ્નિમાં ભસ્મીભૂત બની ગઈ. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને સત્ય ખાતર વેચાવું પડ્યું. પોતે ચંડાળને ઘેર, સતી, તારામતી અને રોહિતને બ્રાહ્મણને ઘેર વેચાવું પડયું. નળરાજા, પાંચ પાંડવો વગેરેને પણ કેવા કેવા દુ:ખ પડયા છે એ કરૂણ કહાની વાંચતા તે હૃદય કંપી જાય છે. સતી દ્રૌપદી, ચંદનબાળા, દમયંતી, અંજના આદિ પવિત્ર સતીઓને પણ કંઈ ઓછા દુઃખ પડયા છે ? મેતારક મુનિને શરીરે સેનીએ વાદળી વીંટીને નસો તડતડ તૂટી, બંધક અણગારની ચડડ ચામડી ઉતારી. ગજસુકુમાર મુનિના માથે સસરા સોમિલે સળગતા અંગારાની સગડી મૂકી. મહાબલ કુમાર અને મલયા સુંદરીને પણ કેવા દુઃખ પડયા છે. બંધુઓ ! આવા પવિત્ર ઉત્તમ પુરુષોને કેવા કેવા દારૂણ દુઃખ ભોગવવા પડયા છે. એ વાત તમે બધાએ ઘણી વખત સાંભળી છે. એ સાંભળીને આપણે તે એક જ વિચાર કરવાને છે કે આ પવિત્ર પુરૂષો, સાતે અને સતીઓ નિર્દોષ હોવા છતાં એમને દુખે ભેગવવા પડયા છે એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ પિતાના કરેલા કર્મો છે. કર્મો સૌ કોઈને દુઃખ આપે છે. કર્મરાજાની ચકકી નિશદિન ચાલ્યા કરે છે. એમાં સંસારમાં વસતા કર્માધીન છે સુખ દુઃખ ભેગવ્યા કરે છે. કર્મરાજાની ફાજને જીતવી મુશ્કેલ છે. આ બધી વાત કહેવાનો આશય શું છે તે સમજ્યા? આજથી આપણે જે ચરિત્ર શરૂ કરવાનું છે તેમાં પણ કર્મરાજા જીવો ઉપર કેવી હકૂમત ચલાવે છે અને સુખમાં મહાલતા ને કયારે, કઈ પળે કેવી સ્થિતિમાં મૂકી દે છે એ જ વાત આવવાની છે. આ ચરિત્રનું નામ “ભીમસેન હરિસેન ચરિત્ર છે. ભીમસેન અને હરિસેન એ બે આ ચરિત્રના મુખ્ય પાત્રો છે. હવે એ બે ભાઈઓના માતા પિતા કોણ હતા? કઈ નગરીમાં તેઓ નિવાસ કરતા હતા એ વાત પહેલા કરવામાં આવશે. આજે તે આપણે એની ભૂમિકા તૈયાર કરી છે. સમય પણ ઘણો થઈ ગયે. વધુ ભાવ અવસરે કહેવાશે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy