________________
શારદા સિદ્ધિ
વિશ્વનાથને વરનન કીન્હા, કર્મથે વિરતા,
બારહ માસ સહી ભૂખ પ્યાસ, શ્રી આદિનાથ ભગવંત, પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવતે જુગલ ધર્મનું નિવારણ કરીને બધા જીવોને વ્યવહારનું જ્ઞાન આપીને પોતે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેમને એક વર્ષ સુધી આહારપાણી ન મળ્યાં તેનું કારણ કર્મ છે. જ્યારે તેઓ સંસાર અવસ્થામાં હતા ત્યારે લોકોને ખેતી આદિ કાર્ય શીખવાડયા હતા. એ વખતે અનાજ પાક્યા પછી ખેડૂતે ખળામાં નાંખીને બળદેને ફેરવવા લાગ્યા એટલે બળદ અનાજ ખાઈ જવા લાગ્યા, ત્યારે પિતાના રાજા રાષભદેવની પાસે ફરિયાદ કરી કે બળદ અનાજ ખાઈ જાય છે. અમે શું કરીએ ? ત્યારે એમણે કહ્યું એના મેઢે શીકલી બાંધી દે. ખેડૂતોએ બળદના મેઢે શીક્લીઓ બાંધી દીધી પણ કામ પૂરું થયા પછી છેડી નહિ. અને બળદને ઘાસ નીરે છે. પાણી પીવડાવે છે પણ ખાતા પીતા નથી એટલે પાછા રાજા પાસે ફરિયાદ કરવા ગયા કે મહારાજા ! અમારા બળદે રીસાઈ ગયા છે એ તે ખાતા પીતા નથી. અમે શું કરીએ? ત્યારે પૂછયું કે તમે બળદના મોઢેથી શીકલી છડી? ત્યારે કહે છે ના, એ તે બાંધેલી જ છે. તે પછી એ કેવી રીતે ખાય? જાઓ, જલદી શીલી છોડી નાખે. મહારાજાના કહેવાથી શીકલી છેડી નાંખી પછી બળદોએ ઘાસચારે ખાધે ને પાણી પીધું.
દેવાનુપ્રિયે ! આમાં કષભદેવ ભગવાનને કર્મબંધનને કઈ ભાવ ન હતું, એ જી સરળ અને જડ હતા. કામ પૂરું થાય એટલે શીકલી છોડવાનું કહેવું ભૂલી ગયા. એના પરિણામે બળદ બાર ઘડી સુધી અન્ન પાણી વિના ભૂખ્યાને તરસ્યા રહ્યા તેથી આવું અંતરાય કર્મ બંધાઈ ગયું, એટલે ઋષભદેવ ભગવાનને એક વર્ષ સુધી આહાર પાણી ન મળ્યા. ચરમ તીર્થપતિ મહાવીર પ્રભુને પણ દીક્ષા લઈને સાડાબારવર્ષ ને પંદર દિવસ સુધી કેટલા કઢે સહન કરવા પડયા? છ છ ખંડના સ્વામી સનતકુમાર ચક્રવતિ કે જેમને ત્યાં ચૌદ ચૌદ રત્ન અને નવ નિધાન હતા, ચેસઠ હજાર તે જેને રાણીઓ હતી. સેળ હજાર દેવે તે જેની સેવામાં હાજર રહેતા હતા. એવા સનતકુમાર ચક્રવતિને શરીરમાં સોળ મહારોગો ઉત્પન્ન થયા. એમણે સર્વ સંપત્તિને ત્યાગ કરી દીક્ષા લીધી હતી. સાતસો વર્ષો સુધી રેગના દુઃખ સહન કરવા પડયા. આ બધું કરનાર કર્મ જ છે ને ? આ સિવાય કંઈક મહાન પુરુષોને કમે મહાન દુઃખ આપ્યા છે.
આ સંસારમાં મહાન પુરૂષોને કમે કેવા કેવા દુખો આપ્યા છે. રામચંદ્રજી પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં ગયા ત્યાં રાવણ સીતાજીને ઉઠાવી ગયે, ત્યારે સીતાજીના કારણે રામચંદ્રજીને કેવા દુઃખ સહન કરવા પડયા? સતી સીતાજીને માથે પણ કેવા કલંક ચઢયા ? અને પરસ્ત્રીમાં મેહાંધ બનેલા રાવણની પણ કેવી દશા