SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ લકે જામસાહેબને કહે છે સાહેબ! વાણિયે આપની સામે હરીફાઈમાં ઉતર્યો છે. તે પણ રાજાને વણિક ઉપર ઠેષ કે ક્રોધ નથી આવતું. તે હસીને કહે છે એમાં ટું શું છે? મારા પ્રજાજન દુઃખીઓને બેલી છે તેથી મને આનંદ થાય છે. બરાબર બાર મહિના સુધી વણિકે દાન દીધું, પછી એનું ધન ખૂટી ગયું. જ્યાં સાગર અને કયાં ખાબોચીયું? ખાબોચીયામાં પાણી ભરાય ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે પણ જ્યારે એમાં પાણી સૂકાઈ જાય ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરવાને બદલે મરણને શરણ થઈ જાય છે, એમ આ વાણિયે દેડકા જેવો હતો. એની પાસે ધન પૂટી ગયું પણ પકડેલું નાડું કેમ મૂકાય? એણે તે ઘરબાર, પેઢી, પત્નીના દાગીના વેચી દીધા. એની પત્ની એને કહે છે નાથ! આપણુ પાલક મહારાજા સામે બાથ ના બીડાય. હવે રહેવા દે, પણ વાણિ માનતું નથી ત્યારે એની પત્ની એના નામના છાજીયા લઈને રડવા ફૂટવા લાગી. આમ તે માણસ મરી જાય પછી એના નામના છાજીયા લેવાય પણ આ તે જીવતા છાજીયા લીધા. (હસાહસ) વણિકે બધું વેચીને દાનમાં દઈ દીધું. તદન કંગાળ બની ગયે. ખાવાપીવાના સાંસા પડ્યા. લેકે એની પાસે માંગવા લાગ્યા કે દાન કેમ આપતા નથી! અમને આપે, પણ હવે ક્યાંથી આપે? આ જગત તે સ્વાર્થી છે. જ્યાં સુધી આપે ત્યાં સુધી ગુણ ગાય પછી કોઈ સામું જેવું નથી અને આ વણિકનું દાન દયાપૂર્વકનું ન હતું. ઈર્ષાથી દાન દેતે હતે. -હવે શું આપે? તે ઘરના ખૂણે બેસીને રડવા લાગ્યા. આ વાતની વિભાજામને ખબર પડી એટલે પ્રધાનને કહ્યું તમે એક સુંદર રથ શણગારો અને રથ તૈયાર કરીને વલલભજામને એમાં બેસાડીને અહીં લઈ આવો. પ્રધાનના મનમાં એમ હતું કે એણે રાજા સામે હરીફાઈ કરી છે. માટે રાજા એને ઠપકે આપશે. વણિકને તેડવા રથ આગે ને માણસે કહ્યું, વિભાજામસાહેબ તમને બોલાવે છે. ત્યાં તે વણિકના હાજા ગગડી ગયા. શરીરે છેદ વળી ગયા. મેં મહારાજા સામે હરીફાઈ કરી છે, એટલે હવે નક્કી રાજા તલવારથી મારું માથું કાપી નાખશે. તે થરથર પ્રજે છે પણ હવે જવું તે પડે જ. રથમાં બેસી જ્યાં મહારાજા છે ત્યાં આવ્યા એટલે રાજાએ પ્રેમથી કહ્યું : પધારે પધારે શેઠજી! એને તે જ્યાં મરણને ડર હતે ત્યાં ખુદ રાજાના મુખેથી અમીભર્યા આવકારના શબ્દો સાંભળ્યા. આથી તે શરમથી નીચું જોઈ ગયે. કયાં આ પવિત્ર કરૂણાની મૂર્તિ અને જ્યાં હું અધમ ! રાજાએ પિતાની બાજુમાં બેસાડીને કહ્યું શેઠજી ! શા માટે ગભરાઓ છો? મારા ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈ જાઓ અને તમારા હતા તેવા બંગલા વસાવે, ધંધો ધમધોકાર કરે. પેલો વણિક તે સ્થભી ગયે. રાજાના ચરણમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માંગી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે મહાનપુરૂષો કેવા વિશાળ દિલને હોય છે અને અભિમાની માણસે કેવા છીછરા દિલના હોય છે. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, એમ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy