SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૭ છે અને નિયાણા સહિત તપ કરવાથી કેટલી હાનિ થાય છે. ચિત્ત અને સ’ભૂતિ બંને ભાઈ આએ સાથે તપનું આચરણ કર્યુ. તેમાંથી એક ભાઈ એ તપનુ` નિયાણું કર્યું. તે નિયાણાના ખળે બ્રહ્મદત્ત ચક્રવતી થયા. ચક્રવતી આ ખાર થયા છે, તેમાં સૌથી પ્રથમ ભરત ચક્રવતી થયા. મૃત્યુલોકમાં સૌથી વધુ સાહ્યબી ચક્રવતી એને હોય છે. છ ખંડના સ્વામી ભરત ચક્રવતી ઋષભકૂટ પર્યંત ઉપર ફરવા માટે ગયા હતા. ત્યાં એક શિલાલેખ ઉપર ઘણાં ચક્રવતી એના નામ વાંચ્યા ત્યારે મનમાં થયુ` કે અા હુ· પણ ચક્રવતી તે જ ને! આટલાં બધાં ચક્રવતી એના નામ છે ને મારુ' તેા નામ જ નહિ ! પેાતાનુ' નામ લખવા ગયા પણ એક અક્ષર લખે એટલી જગ્યા નથી તે નામ કયાં લખવુ? વિચાર કર્યો કે એક નામ લૂછીને મારુ' નામ લખી દઉં. જ્યાં નામ લખવા જાય છે ત્યાં વિચાર આવ્યા કે અહા ! હુ કોઈનુ' નામ લૂછીને મારું નામ લખું છું તે આવી રીતે મારુ' નામ પણ કાઈ લૂછશે જ ને ? હળુકમી જીવ હતા એટલે આટલો વિચાર આવતાં અંતરનું અભિમાન ઓગળી ગયુ` કે હુ' માટેો ચક્રવતી ને મારુ નામ કેમ નહિ, નામ છે તેને અવશ્ય એક દિવસ નાશ થવાના છે. જીવ જો આવું સમજે તે અભિમાન આસરી જાય. પણ આજે તે આવી સમજણ જ કયાં છે? થોડા પૈસા થયા તા અભિમાનના પાર નથી રહેતા. અહીં એક પ્રસંગ યાદ આવે છે. જામનગરના મહારાજાનું નામ વિભાજામસાહેબ હતુ. તેઓ સ્વભાવથી નમ્ર, સરળ અને દયાળુ હતા. ખૂબ દિલાવર દિલનાં હતા. જે દિવસે તેમના આંગણે કોઈ માંગણુ આન્યા ન હેાય તે દિવસે તેએ ઘોડે બેસીને માંગણને ગેાતવા નીકળે. એમની એકજ ભાવના હતી કે મારા નગરની પ્રજા દુઃખી ન હેાવી જોઇએ, એટલે તેઓ રાજ સવારે ઘાંડે એસીને ફરવા જતા ત્યારે સાથે સેાનામારા લઇ જતા ને જે દુઃખી દેખે તેને આપતા. રાજા આવા પ્રજાપાલક હાય પછી પ્રજાને વહાલા જ લાગે ને ? આખા નગરમાં જામસાહેબની ખૂબ પ્રશંસા થવા લાગી. બધે એમના ગુણગાન ગવાય છે. આ અરસામાં એક વણિક પરદેશ વહેપાર ખેડીને અઢળક ધન દોલત કમાઈને વહાણુ ભરીને જામનગરમાં પાછા વળ્યેા હતેા. એણે આખા નગરમાં વિભાજામસાહેબની ખૂબ પ્રશંસા સાંભળી ત્યારે એના મનમાં થયું કે બધે રાજાના જ ગુણ ગવાય ! એમની જ પ્રશ’સા થાય ! હુ` આટલું ધન કમાઈ ને આવ્યો છુ. તા મારી કેમ કોઈ પ્રશ'સા કરતું નથી. તેને રાજા ઉપર ઈર્ષ્યા આવી. રાજાને નીચે પાડવા રાજા દાન આપે છે તેનાથી ડબલ દાન આપવા માંડયુ' ને પેાતાનુ' નામ વલ્લભજામ પાડ્યું. “જામસાહેબ સાથે હરીફાઈ કરતા વણિક ઃ ખ ધુએ ! સ`પત્તિ મેળવવી સહેલી છે પણ જીરવવી મુશ્કેલ છે. ભર્યાં ઘડા કદી છલકાતા નથી, અધૂરા છલકાય છે. એમ આ વાણિયા છલકાઈ ગયેા. જામસાહેખ સાથે ખૂબ હરીફાઈ કરવા લાગ્યા. બધા •
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy