SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ શારા સિદ્ધિ ૭૮૫ કેણું જાય? જ્યાં મધ હોય ત્યાં માખીએ જાય, સુગંધ હોય ત્યાં ભમરા ખેંચાઈને જાય છે તેમ જે માણસ સંપત્તિ દાનમાં આપે છે તેને ત્યાં સૌ દેડીને જાય છે. એક વખત ગામમાં કઈ સંસ્થાએ રાહતફંડ શરૂ કર્યું. તેઓ ઘણે ઠેકાણે ફર્યા પણ સારી રકમ કઈ લખાવતું નથી. મામૂલી રકમ લખાવે એમાં મહાન કાર્ય કયાંથી પૂરું થાય ! જે કઈ ધનવાન સારી એવી રકમ લખાવનાર મળી જાય તે કામ થાય. એ માટે કયાં જવું? આમ વિચાર કરતાં મહાજને એક રસ્તે શે, અને કંઈક નક્કી કરીને પેલા કંજુસ શેઠને ઘેર ગયા. શેઠે કહ્યું પધારે...પધારો.મહાજન ! એમ કહીને આદરસત્કાર કર્યો. થોડી વાર બેઠા ને આડી અવળી વાત કરી, પછી મહાજને કહ્યું શેઠ! અમે આપની પાસે એક અગત્યના કામે આવ્યા છીએ. અમારી સંસ્થા રાહતફંડ ભેગું કરે છે. એ વાતની આપને ખબર છે ને? હજુ મહાજને પૈસા લખાવે તેમ કહ્યું નથી તે પહેલાં તે શેઠના શરીરે પરસેવાના છેદ વળી ગયા ને મનમાં વિચારવા લાગ્યા કે આ અણધારી આફત કયાં આવી ? આવ્યા છે એટલે કંઈક તે આપવું જ પડશે ને? શેઠના મુખ ઉપરના ભાવે જોઈને મહાજન સમજી ગયું ને કહ્યું શેઠ! ચિંતા ન કરશે. અમે આપની પાસે રકમ લેવા નથી આવ્યા પણ તમે અમારા કાર્યમાં એટલી સહાય કરો કે રૂપિયા દશ હજારને ચેક લખી આપો. અમે સાંજે તે પાછો આપી જઈશું. શેઠના મનમાં થયું કે ચેક પાછો આપી જવાનું કહે છે તે મને લખી દેવામાં શું વાંધો છે? મહાજન ઉપર વિશ્વાસ રાખીને લેભી શેઠે ચેક લખી આપ્યો. મહાજન તે ચેક લઈને ગયું પણ શેઠના મનમાં થયું કે આ તે પૈસાની વાત કહેવાય. કદાચ મહાજન બેંકમાં ચેક વટાવવા જાય તે? એમ વિચારીને શેઠ તરત બેંકમાં ઉપડ્યા, અને બેંકના ખાતામાં નવ હજાર ને નવસે રૂપિયા રાખીને વધારાની બધી રકમ શેઠ લઈ આવ્યા. દશ હજાર પૂરા હોય તે જ પૈસા મળે ને? કદાચ ચેક ગેરવલે જાય તે પણ એના નાણાં ન મળે. એ પાકે બંદોબસ્ત કરીને શેઠ શાંતિથી બેઠા. આ તરફ મહાજન દશ હજારને ચેક લઈને ગયું ને દશ હજારની મોટી રકમનું નામ સૌથી મોખરે લખી લીધું, અને જ્યાં જાય ત્યાં શેઠને ચેક બતાવવા લાગ્યા, તેથી સૌના મનમાં આશ્ચર્ય થયું કે અહે! આવા લોભી શેઠે આવી મોટી રકમ લખાવી તે પછી આપણે તે લખાવવી જોઈએ ને? એટલે કોઈ કહે છે મારા પાંચ હજાર લખો. કઈ કહે છે મારા સાત હજાર, તે કઈ કહે છે મારા દશ હજાર લખો. આમ આખા દિવસમાં રૂપિયા દેઢ લાખનું ફંડ ભેગું થઈ ગયું. મહાજન તે વારાફરતી બધાને ઘેર જાય છે પણ આ વાતની જાણ થતાં સૌ શેઠને મળવા આવ્યા. બધા શેઠની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે શેઠ! અત્યાર સુધી અમે આપને ઓળખ્યા નહિ આપે ઉદાર દિલે દશ હજારને ચેક લખી આપ્યો. થા. ૯૯
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy