________________
૭૮૪
શારદા સિલિ જે તમારે આર્ય બનવું હોય તે એક નિર્ણય કરે કે પાપની વૃત્તિને પાપના વિચારને મારે આત્માથી અળગા કરવા છે.
બોલે, તમારે આર્ય બનવું છે ને ? આર્ય બનવું હોય તે પાપ તમારા દિલમાં કાંટાની જેમ ખટકવું જોઈએ. પાપને ખટકારો કરવા માટે કાયા, કંચન અને કામિનીને રાગ ઓછો કરે પડશે. જે કાયાની કેટડીની સારવારમાં જિંદગી ખતમ કરશે, તે ગર્ભની અંધારી કેટડીમાં વારંવાર પૂરાવાની ઘેર વેદનાને અંત આવી મુશ્કેલ છે. કાયાના મોહમાં ધર્મને ભૂલી જનારા ગેળને ભૂલી જઈને ખેળ ખાવાની ગાંડી ચેષ્ટા કરી રહ્યા છે તે પાપકર્મનું આચરણ કરે છે. મોહમાં પડેલા જીવને પાપકર્મ ખટકતું નથી. જેને પાપ ખટકે તે પાપથી અટકે. જ્યાં સુધી પાપ ખટકતું નથી ત્યાં સુધી પાપ કદાચ અટકી ગયું હશે તે પણ સમય મળતાં પાપ ઉભું થવાનું છે. સમય, સાધન અને સંગે જ્યાં સુધી પ્રાપ્ત ન થયા હોય ત્યાં સુધી સામાન્યતઃ બહારની દષ્ટિએ કદાચ પાપ અટકેલું દેખાય પણ ખરી રીતે તે પાપકર્મ અટકયું ન હતું. મનમાં તે ભાળેલ અગ્નિ બળતો હોય અને બાહ્યથી પાપ વ્યાપાને ત્યાગ કર્યો હોય એવા મનુષ્યનું આયત્વ ટકી શકતું નથી.
જ્યાં એકાંત પાપને વ્યાપાર છે એ આ સંસાર કે ભયાનક છે એ જ્યાં સુધી ખ્યાલ નથી આવતે ત્યાં સુધી એને વ્યામોહ ઓછો થતું નથી. સંસારી જીવે ધનના વ્યામોહમાં ને વ્યામોહમાં પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે. સંપત્તિની સેડમાં સૂતેલા સંસારી અને સંપત્તિમાં કદાચ તાત્કાલિક વિપત્તિના દર્શન ભલે ન થતા હેય પણ છેલ્લે તે પારાવાર મુશ્કેલી વેઠીને જે સંપત્તિ મેળવી, એનાથી શું મેળવ્યું એને ખ્યાલ આવી જાય છે. બંધુઓ! તમે ધનના લેભી ન બનશે. એને માત્ર સંગ્રહ કરી ન જાણશે પણ દાનમાં સદુપયોગ કરજો, જે પોતે મળેલી સંપત્તિને દાનમાં સદુપયોગ કરે છે તેની લક્ષમી એ સાચી લક્ષમી છે. દાન રૂપી દેરડાથી મુશ્કેટાટ બાંધેલી લક્ષમી તમારી પાસેથી જરા પણ ચસકશે નહિ, પણ તિજોરીમાં ગંધી રાખેલી લક્ષમી તમેને દુઃખથી ગોંધી લેશે. જેમ તમે તમારા સંતાનને ધન વારસામાં આપીને જાઓ છો તેમ દાન આદિ ધર્મ જે વારસામાં આપીને જશે તે તે પુત્ર ધર્મના ક્ષેત્રે પૈિસા વાપરશે, પણ પૈસા સાથે જે ધર્મ વારસામાં નહિ હોય તે તે પૈસા વ્યસનેમાં ને મોજશોખમાં વાપરશે માટે તમે પોતે દાન આપીને સંપત્તિને સાર્થક બનાવે. લેલી મનુષ્યોને દાન દેવું મુશ્કેલ છે.
એક શેઠે ખૂબ પરિશ્રમ કરીને લક્ષમી ભેગી કરી હતી પણ લેભી ખૂબ હતા. એમના હાથની મૂઠી એવી વાળી રાખતા હતા કે દાનમાં કેઈને એક કેડી પણ પરખાવતા નહિ. દાન આપવા માટે એમના દિલના દ્વાર સદા બંધ રહેતા હતા એટલે આખા ગામમાં લેભી તરીકે એમની ખ્યાતિ હતી. કેઈ દિવસ જે કંઈ આપે નહિ એના દ્વારે