SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત! તું મને તારા સુખની મહત્તા બતાવે છે પણ હજુ તને મારા ત્યાગ માર્ગના સુખની મહત્તા સમજાઈ નથી. સંયમના મુખે આગળ સંસારના સુખ શૂન્ય છે. સંસારના સુખ ભોગવવામાં માનવના તેજ પ્રગટ થતાં નથી. સંયમ અને તપનું પાલન કરવાથી માનવના તેજ પ્રકાશે છે. વળી તું કહે છે કે મારી પાસે આટલી આટલી શક્તિ છે, મારે ઘણું સુખ છે. યહ મેરા ઘર યહ ઉપવન હૈ, યહ હિ રથ, હય ગય મેરે, યહ હૈ દાસી, દાસ સભી હા, યહ મેરે સુખ કે ડેરે, કહતા હૈ મેરી મેરી જગ, કાલ કાલમેં જબ જાતા, હાય અકેલા રહી જાતા તબ કઈ સાથ ન ચલ પાતા.” આ હવેલી મારી પિતાની છે, મારે ત્યાં તે પાંચ પાંચ પ્રકારના સુંદર મહેલે છે જે દેએ બનાવેલા છે. બાગ-બગીચા મારા છે. મારે બેસવા માટે કેવા ઉચી જાતના હાથીઓ અને ઘોડા છે. દાસ-દાસીઓ અને કર ચાકરને તે કઈ હિસાબ નથી. આ બધાને તું મારા મારા કરીને તેના ઉપર મમત્વ ભાવ રાખે છે પણ વિચાર કર. આ બધું તારું કયાં સુધી છે? જ્યાં સુધી કાળરાજાની સવારી નથી આવી ત્યાં સુધી. જ્યારે કાળરાજાને હુમલે થશે ત્યારે ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તારે બધું છોડવું પડશે. મરણ સમયે પણ જે મમતાનું મૂળ હૃદયમાંથી નહિ ઉખડયું હોય તે મરતી વખતે મરણની પીડા કરતા પણ મમતાની પીડા વધારે સહન કરવી પડશે. તેને એમ થશે કે : હાય..હાય.આ મારી હવેલી, બંગલા, મહેલ, લાડી વાડી અને ગાડી, આ મારી રત્નની માળાઓ, હાથી, ઘોડા, રથ, પુત્ર, પત્ની, પુત્રીઓ, સગાસબંધીઓ, મિત્રો આ બધું મારું છે. અરેરે...આ બધું છોડીને મારે જવું પડશે. આમ હાયવોય કરતાં હાથ પગ પછાડતાં તે પ્રાણ દેહને છેલ્લી સલામ ભરે છે. હાથ હેઠા પડે છે ને મનની આશા મનમાં રહી જાય છે, અને મહામહેનત કરી સંચિત કરેલી સંપત્તિ બીજાને સ્વાધીન થાય છે. સંપત્તિ અને સાથીદારે બધા આ લેકમાં રહે છે. માત્ર મરનાર આત્મા એકલે જ પરલેકને પ્રવાસી બને છે. આવા ભયંકર સમયે બધા એને સાથે છેડી દે છે ત્યારે ધર્મ, અધર્મપુણ્ય અને પાપ મરનારની સાથે જાય છે, માટે હે નરદેવ! મત વખતે મમતા તારા હૃદયને ડંખશે, રડાવશે, મહાદુઃખદાયક થશે, માટે જે મારું મારું કરે છે એ મમતાને છેડી દે. નહિ છેડે તે તારી મમતા તેને પોતાને દુર્ગતિમાં ખેંચી જશે, માટે મમતાને દૂર કરીને જીવનમાં સમતાનું સ્થાપન કર. આ અસાર સંસારમાં કેઈકેઈનું નથી, છતાં જીવને એકેક પદાર્થો પ્રત્યે ઘણી મમતા હોય છે. કોઈને ધનની, કોઈને વસ્ત્રોની, કોઈને ખાવાપીવાની તો કેઈને બંગલા અને બગીચાની મમતા હોય છે તે મેઈને વાહ વાહ કહેવડાવવાની મમતા હોય છે. ઘણાં વખત પહેલાં કલકત્તામાં એક બનેલી ઘટના છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy