SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સહિ, હોય તે એની કિમત ખરી? ના. હીરો તેજસ્વી અને નિષ્કલંક હોય તે તેને મૂલ્ય અંકાય છે. બધા મેતીમાં જે પાણીદાર મતી હોય તેની વિશેષતા છે. માત્ર ચળકાટ કે ઉજળામણ તે તેજ નથી તેમ કાળાશ એ પણ તેજ નથી પણ જે વસ્તુમાં જેવી ખાસિયત તેવું તેનું તેજ ગણાય છે. જેમ કસ્તુરી શું સારી, રૂપાળી, સફેદ દૂધ જેવી હોય તે એના મૂલ્ય અંકાય? ના.” કસ્તુરી તે જેમ વધારે કાળી અને ગરમ હોય એમ તેજસ્વી ગણાય છે. પીળું અને ચમકદાર, કેઈ જાતના ભેળસેળ વિનાનું સોનું તેજસ્વી ગણાય. સુખડ તેની શીતળતા અને સુગંધીને લઈને તેજસ્વી ગણાય છે. કેરીની તેજસ્વીતા એના મીઠા મધુરા રસથી છે. જે કેરી કઠણ અને પથરા જેવી હોય તે કાચી ગણાશે. કેરી પિચી હોય તે માલદાર ગણાય અને તેનું નક્કર, રસ વિનાનું હોય તે માલદાર, વસ્તુની ખાસિયત પ્રમાણે તેના મૂલ્ય અંકાય છે. પ્રાણીઓમાં એમ કહેવાય છે કે આ ઘેડ તેજદાર છે, પાણીદાર છે એટલે શું ? જેને ગાડીમાં જોડ્યો ને લગામ નાંખી કે વાયુવેગે ઉપડે, માઈલેન માઈલ સુધી દોડે તે પણ થાકે નહિ એ ઘડે તેજદાર ગણાય છે. હસ્તિમાં રાજસ્તિ છે તે તેજસ્વી રત્ન ગણાય છે પણ તેની તેજસ્વિતા ઘોડાની જેમ ન ગણાય. તે જે ઘડાની જેમ દેડે તે તે જંગલી ગણાય. એના તેજ તે એની પ્રૌઢતા, ગંભીરતા - અને વિવેક પર અંકાય. આમ દરેક વસ્તુના તેજ એની જુદી જુદી વિશેષતાઓને કારણે અંકાય છે. હવે માનવના તેજની વાત કરું. મનુષ્યના તેજ શેમાં છે? શું માનવીને તેજ એની ગુલાબી ચામડીથી અંકાય? “ના.” ગુલાબી રંગ તે ગુલાબના ફુલમાં પણ છે. તે શું કંઠની મધુરતાથી અંકાય.? “ના.” કંઠની મધુરતા તે કેયલમાં પણ હોય છે. તે જેને મીઠું મીઠું બેલતાં વડે તેનામાં તેજસ્વિતા ગણાય? “ના”. પિપટ જેવા પક્ષીને જે કેળવણી આપવામાં આવે તે એ પણ મીઠું મીઠું બેલીને માણસને ખુશ કરી શકે છે. તો શું પૈસા એ માનવના તેજ ગણાય? “ના. તે તિજોરીમાં ઘણાં પિસા ભર્યા હોય છે તે એ પણ તેજવાળી ગણાય ને? પૈસાથી કંઈ માનવના તેજ ગણતા નથી. આ જગતની દષ્ટિએ જેની પાસે ઘણું ધન અને સત્તા હેય તે તેજસ્વી ગણાય છે પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે આવે મનુષ્યભવ પામીને જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ વિગેરે સાધના કરીને આત્માને- કર્મ રહિત બનાવવામાં માનવને તેજ રહેલા છે. આ ભવમાં અજ્ઞાનના અંધકાર ટાળી જ્ઞાનને પ્રકાશ પ્રગટ કરવાનું છે. કાયરતા છેડીને પરાક્રમ તપ-સંયમના માર્ગે ફેરવવાનું છે. જેનામાં દયા, ક્ષમા, સરળતા, સંતેષ, શીલ, સદાચાર આદિ ગુણે છે તેનામાં માનવનાં તેજ છે. જેઓ માનવભવ પામીને આવા ગુણે જીવનમાં અપનાવી ગયા છે એ પિતે સ્વયં તેજસ્વી બનીને જગતના જીવને માનવના તેજ પ્રગટ કરવાને માર્ગ બતાવી ગયા છે. આપણુ ચાલુ અધિકારમાં જેમણે માનવના તેજ પ્રગટ કરેલા છે એવા ચિત્તમુનિ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy