SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ७५४ હેશિયાર થયો એટલે પરણાવ્યો. બ્રીવ વહેપાર કરવામાં પણ હોંશિયાર હતે. સાથે એને જીવનમાં પરોપકારને મેટો ગુણ હતે. કેઈ દુઃખી માણસને દેખે એટલે એનું દિલ દ્રવી ઉઠે. બ્રીવના પિતાજીએ એને પરદેશ વહેપાર કરવા જવાનું કહ્યું, તેથી એ જવા તૈયાર થયો. કરોડ રૂપિયાને માલ વહાણમાં ભર્યો. માતાપિતાને નમન કરીને એમના આશીર્વાદ લઈને વહાણુમાં બેઠે, ત્યારે એના પિતાજીએ કહ્યું–બેટા ! તું પહેલવહેલે સાગરની સફર કરી પરદેશ ધન કમાવા જાય છે તે તું ફત્તેહ મેળવજે, અને ખૂબ કમાણી કરી વહેલવહેલો પાછો આવી જજે. બ્રીવનું પરદેશ પ્રયાણુ” – પિતાજીને આશીર્વાદ લઈને શુભ મુહુર્ત સાગર કિનારેથી વહાણ ઉપાડયું. આખું વહાણ કિંમતી માલથી ભરેલું હતું. પવન પણ અનુકૂળ હતું ને વહાણ ચલાવનાર નાવિક પણ ઘણે અનુભવી હતે. બે દિવસ સુધી સાગરમાં સતત સફર કરી, પછી વહાણ ચલાવનારે કહ્યું–શેઠ ! આપણે બરાબર મધદરિયે આવી ગયા છીએ. આપણી સફર ક્ષેમકુશળ છે. આપણું સદ્ભાગ્યે વાદળ પણ સ્વચ્છ છે. કોઈ જાતને વધે આવે તેમ નથી. આ રીતે નાવિકના કહેવાથી બ્રીવને ખૂબ આનંદ થયો. વહાણ પૂરવેગે આગળ વધી રહ્યું હતું. ત્યાં એકાએક કેઈ કરૂણ આકંદ કરતું હોય એ અવાજ સંભળાયો. આટલી બધી કાળી ચીચીયારિઓ કે. કરતું હશે ? એમ વિચાર કરી દોબ્રીવ આમતેમ જોવા લાગ્યો. તે સામેથી એક વહાણું આવી રહ્યું હતું અને આ રોકળને અવાજ પણ એ તરફથી આવતું હતું. થોડીવારમાં તો એ વહાણ આ વહાણની નજીક આવી ગયું. એ વહાણ તુકનું હતું. દેબ્રીવે જોયું તે એ વહાણમાં નવયુવાન અને સ્વરૂપવાન સ્ત્રીઓ બેઠેલી હતી. એ દરેક સ્ત્રીઓના હાથપગ બાંધેલા હતા, ને એમની આંખમાંથી બોર બોર જેવા આંસુ ટપકતા હતા અને મુખેથી કરૂણ વિલાપ કરી રહી હતી. માલથી ભરેલા વહાણ આપતે દેબીવ” :- દયાળુ દિલને દેબ્રીવ આ કરૂણ દશ્ય જોઈને ધ્રુજી ઉઠયો. આ શું ? એણે તુક વહાણના કમાનને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ કેણ છે ને શા માટે રડે છે? તુક કપ્તાને કહ્યું કે આ બધા કેદી છે. અમે એને ગુલામ તરીકે વેચવા માટે લઈ જઈએ છીએ. એમને વેચીને અમે પૈસા કમાઈશું. પેલી સ્ત્રીઓ પણ દેબ્રીવને અરજ કરે છે કે વીરા! અમને આ પાશમાંથી છેડાવ. આ પાપીઓ અમને લઈ જઈને વેચશે. અમારા ચારિત્ર લૂંટાવશે. આ સાંભળીને દબ્રીવનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. એણે તુકી કપ્તાનને કહ્યું ભાઈ! તમારે આ લેકેને વેચીને પૈસા જ કમાવા છે ને? તે એમ કરો. તમે માંગે તેટલું ધન હું આવું ને તમે આ સ્ત્રીઓને છેડી દે. અરે ! તું આપી આપીને કેટલું ધન આપશે? દેબ્રીવે કહ્યું એમ કરો. આપણે અરસપરસ સોદો કરીએ. મારું માલથી ભરેલું વહાણ તમે લઈ લે ને તમારું વહાણ મને આપી દો. તુક કપ્તાને વહાણ ઉપર નજર નાંખીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy