________________
૭૫૦
શારા સિત
ભેખડ તૂટી જાત ! ગમે તેવે તપ કરે ને સૂર્યહાસ ખલ્ગ મેળવે એથી એને મળવાનું તે શું? શસ્ત્રથી તે સંહાર જ થવાને ને ? આ શંબૂકને દ્રવ્ય શત્રુને સંહાર કરવા સૂર્યહાસ ખ મેળવવા આટલી બધી સાધના કરવી પડી તે આપણે તે અનાદિ કાળથી આત્માને પરેશાન કરનાર કર્મશત્રુઓને સંહાર કરવા માટે કેટલી ઉગ્ર સાધના કરવી જોઈએ?
શબૂકને આ રીતે સાધના કરતા બાર વર્ષને છ દિવસ તે પસાર થઈ ગયા ને સાતમો દિવસ આવ્યો. એ દિવસ પૂરો થાય એટલે એને ખડ્રગ મળી જવાનું છે. એના મનમાં તે પોતાના કાર્યની સિદ્ધિ થશે એ માટે કેટલા અરમાને છે, સાધનાનું ફળ મળવાની તૈયારી છે. જેમ એક કડિયાએ મહારાષ્ટ્ર સરકારની લેટરીની ટિકિટ ખરીદેલી. એના પુણ્યોદયે લેટરી લાગી. પેપરમાં એને ફેટો આવ્ય, નામ આવ્યું, હવે એને ઈનામ લેવા જાય એટલી જ વાર છે પણ બન્યું એવું કે કડીયો સાતમે માળે પાલખ પર ચઢી ગણુ રહ્યો હતો ત્યાં કેઈએ આવીને કહ્યું કે ભાઈ! હવે તારે આ મજુરી કરવાની જરૂર નથી. તારી લેટરી લાગી. રૂ. ૪૦,૦૦૦ના ઈનામની જાહેરાત સાથે તારો ફેટ પેપરમાં આવી ગયો. હવે તારે ઈનામ લેવા જવાનું છે. આ સમાચાર સાંભળીને કડીયા હરખાઈ ગયો. તેમને રૂ. ૪૦૦૦૦નું ઈનામ. પેપરમાં મારું નામ અને ફેટ આવ્યો. હર્ષમાં ને હર્ષમાં બિચારો કડીયો નાચવા લાગ્યો પણ એને ભાન ન રહ્યું કે હું કયાં નાચું છું? તેથી તે પાલખ ઉપરથી પડયો. સાતમે માળેથી પડ્યો એટલે એની
પરી તુટી ગઈ ને પ્રાણ ચાલ્યા ગયા. મહાન પુણ્ય એની લેટરી લાગી. ઈનામ લેવા જાય તેટલી જ વાર હતી પણ બિચારો ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયો. તમે બધા પૈસા પાછળ પાગલ બન્યા છે. એક કવિએ ઠીક કહ્યું છે કે
લક્ષ્મી પાછળ ઘેલા બનીને જોયા ન છાયા તાપ. (૨) ધનના મદમાં મસ્ત બની, કર્યા કંઈક મેં પાષ... (૨) સગાવહાલાના મોહપાશમાં, જિંદગી ચાલી ગઈ...
પ્રભુ તારી સાથે મારી પ્રીતિ ના થઈ..જિંદગી મારી ધૂળમાં મળી ગઈ લક્ષ્મીની પાછળ પાગલ બનીને કેટલા કષ્ટો વેઠયા? કેટલા પાપ કર્યા? પણ પાછળને વિચાર કર્યો કે આ મારા પાપકર્મો ભોગવવા હું કયાં ચાલ્યો જઈશ? લક્ષ્મી મેળવવા માટે કંઈકે પોતાના પ્રાણ ગુમાવ્યા છે પણ લક્ષ્મી કેઈની સાથે જાય છે ખરી ? તમે લક્ષ્મીની પાછળ પાગલ છે પણ એ તમારી પાછળ પાગલ થતી નથી. તમને ચાહતી નથી. લક્ષમી મળ્યા પછી ચાલી જાય તે કંઈક રડે છે, કંઈક પાગલ બની જાય છે પણ તમે કઈ જાએ તે લક્ષ્મીને કંઈ હરખ શેક નથી. આવું સમજીને પણ હવે એને મેહ છોડવા જેવો છે.
શબૂકને સૂર્યહાસ ખગ મળવાની તૈયારી છે પણ પાપકર્મને ઉદય થાય ત્યારે