SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૭૪૯ મનુધ્યેા શરીર-સ ંપત્તિ અને સત્તાના અભિમાનથી લડની માફક અડ થઈને ફરે છે તેના જન્મ-મરણની પકડ મજબુત બની જાય છે. માટે સમજીને સંસારને રાગ છોડો ને આત્માભિમુખ બને, આ સસારના સુખ મેળવવા માટે ગાડાના ખેલ બનીને રાત-દિવસ કાળી મજુરી કરી રહ્યા છે. પણ એ જ સુખ તમને એક દિવસ દુઃખની ખાઇમાં ધકેલી દેશે. જયાં સુધી પુણ્યના ઉત્ક્રય છે ત્યાં સુધી આનંદ માની લે, પછી કેવા હાલ થાય છે એ તા ભાગવનાર જાણે છે. પાપ કરીને એકઠું' કરેલુ. ભાગવવા રહેશેા કે નહિ એ જ્ઞાની જાણે. વાસુદેવ અને પ્રતિવાસુદેવમાં કેવા ક્રમ છે તે જાણેા છે ? પ્રતિવાસુદેવ સંપત્તિ મેળવીને ભેગી કરે છે અને વાસુદેવ યુદ્ધ કરીને ત્રણ ખંડનું રાજ્ય લઈ લે છે. રાવણુ પ્રતિવાસુદેવ હતા. એણે ત્રણુ ખંડનું રાજય મેળવ્યું. એની પાસે ચક્રરત્ન હતું. એ ચક્રરત્ન છેડે એટલે સામા શત્રુનુ માથુ લઈને પાછુ' આવે એવી એની શક્તિ હાય છે, પણ જ્યારે એનુ' પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે કાઈ ને કાઈ નિમિત્ત પામીને વાસુદેવ એના ઉપર ચઢાઈ કરવા આવે છે. રાવણ સીતાજીને અપહરણ કરીને લઈ ગયા એ નિમિત્તે રામ અને લક્ષ્મણ લંકા ઉપર ચઢી આવ્યા. બંને વચ્ચે યુદ્ધ થયું. કઈ રીતે રામ-લક્ષ્મણુ હાર્યા નહિ ત્યારે રાવણે એમને દુશ્મન ગણીને એમના ઉપર. ચક્ર છેડયું, પણ લક્ષ્મણના પુણ્યના ઉદય હતા એટલે ચક્ર એનુ' મસ્તક કાપવાને બદલે એમના ખેાળામાં બેસી ગયુ' અને એ જ ચક્રને ધુમાવીને લક્ષ્મણે રાત્રણ ઉપર છેડયુ તે એ રાવણનું માથું લઈને પાછુ' યુ''. લક્ષ્મણ વાસુદેવ હતા એટલે એમણે રાવણને માર્યાં, ટૂ*કમાં કહેવાનો આશય એ છે કે માણસ પેાતાની સ`પત્તિ અને સાધના ઉપર ગુમાન કરે છે પણ પોતાના જ સાધનથી પાતાના વિનાશ થઈ જાય છે, આવેા જ બીજો પ્રસંગ રાવણુના ભાણેજના બનેલા છે. રાવણુની બહેન શૂપણખાને શબૂક નામે એક પુત્ર હતા. તે એક વખત એના મામા રાવણને ત્યાં ગયેલા. ત્યાં એણે મામા પાસે સૂહાસ ખડૂગ જોયું, એટલે એને મેળવવાનું મન થયું. એ મેળવવા માટે બરાબર બાર વર્ષોં અને સાત દિવસ સુધી જંગલમાં જઈને સાધના કરવી પડે છે. એ સાધના કેવી રીતે કરવાની ? બાર વર્ષ ને સાત દિવસ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાનું, એમાં વચ્ચે એક વખત પણ વિકલ્પ આવી જાય તેા સાધના નકામી જાય. દરરોજ એક મુઠ્ઠી અડદના આકુળા તે પણ મીઠા વગરના ખાવાના, આવી સાધના કરવા માટે શબુક દડકારણ્યમાં ગયા. ત્યાં વાંસની જાળી બનાવીને ઝાડ સાથે પગ બાંધીને ઉધે મસ્તકે લટકીને સાધના કરવા લાગ્યા. જુએ, માણસ એક શસ્ત્ર મેળવવાની સિધ્ધિ માટે કેટલુ' કષ્ટ વેઠે છે! આ જગ્યાએ આત્મલો, કાઁનિરા કરવા માટે આટલા દિવસ આયંબીલ તપ કર્યાં હોત, વિષયભોગનો ત્યાગ કરવાની બુદ્ધિથી બ્રહ્મચર્યનું પાલન કર્યુ હોત તા કેટલા કર્માની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy