SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ મારા સિદ્ધ ૯૧૭ ભાગળ્યા ને તમે આવા દુઃખ વેઠયા ! આમ પરસ્પર વાતા કરીને હૈયા હળવા કર્યાં. વિજયસેન રાજા પણ કામકાજ છોડીને ભીમસેન અને સુશીલાની સેવામાં ખડે પગે ઉભા રહ્યા. સૌ જ્યારે ભેગા મળીને વાત કરતા ત્યારે એમની એક આંખમાંથી હર્ષોંના આંસુ છલકાતા હતા ને ખીજી આંખમાંથી દુઃખના આંસુ ટપકતા હતા. પુનર્મિલનના આનંદથી હૈયુ' ઘડી હરખાઈ ઉઠતું તેા ખીજી જ પળે વિચાગની પડેલી યાતનાઓની વાત સાંભળીને હૈયુ' આક્રંદ કરી ઉઠતુ', દેવસેન અને કેતુસેનને તે રાજમહેલમાં મઝા પડી ગઈ હતી. ઘણાં વખતે એમને પેટ ભરીને ખાવા મળ્યું હતું. રમવા માટે સાનાચાંદીના રમકડા મળ્યા હતા. સૂવા માટે મખમલની શય્યા મળી હતી, માતાની મમતા અને પિતાનું વાત્સલ્ય એક સાથે બંને ઉપર ઘણાં વર્ષે ઢળી રહ્યું હતુ, અને મેાજમાં આવીને ખૂબ રમતા, કલ્લેાલ કરતા, અને રમતાં થાકી જતાં ત્યારે ત્યાં ને ત્યાં 'ઘી જતા. ભીમસેને ઘણાં વષૅ સુખના શ્વાસ લીધેા હતા. બધા ભેગા મળ્યા પછી ત્રીજા દિવસની અપેારે સૌ ભીમસેનને વીટળાઈ ને ખેડા હતા ત્યારે ભીમસેને કહ્યું વિજયસેન ! જોયું ને ! જ્યારે માણસના અશુભ કર્માંના ઉદય થાય છે ત્યારે માનવી સુખેથી શ્વાસ લઇ શકતા નથી અને શુભકમના ઉદય થાય છે ત્યારે સુખ આવતા પણ વાર લાગતી નથી. સુખ દુઃખનું ચક્ર નિર'તર ફર્યાં કરે છે સુખ અને દુઃખ બંને સ્થાયી નથી. ખંને અસ્થિરપણે ઘૂમ્યા કરે છે. અમે પૂર્વભવમાં કેવા નિકાચિત અશુભ કર્મો કર્યાં હશે કે આ ભવમાં અમારી દશા આવી થઈ, અને હવે અમારા કર્માં પૂરાં થતાં અમને બધું પાક્કુ' મળવા લાગ્યુ છે. નિહ તા કથા વાંદરો ઉઠાવી ગયા ત્યારે અને સ`ન્યાસી સુવર્ણ રસ લઈને ચાલ્યા ગયે। ત્યારે તેા હુ' એટલા બધા હતાશ થઈ. ગયા કે મને જીવવું દુઃસહ્ય લાગ્યુ હતું. તે સમયે મેં જીવનના અત લાવવા ગળે ફાંસ ખાધા હતા, પણ કર્મીની લીલા વિચિત્ર છે કે એ બંને ચીજો સામેથી મને મળી ગઈ. કથા અને સુવરસની વાત આવતા સુલેાચના અને વિજયસેનને એકદમ કઈક યાદ આવ્યુ હોય તેમ કહ્યું કે તમારા દાગીના અમારી પાસે છે તમને આપી દેવાનું તે અમે ભૂલી જ ગયા. ત્યારે ભીમસેન અને સુશીલાએ કહ્યું કે અમારાં દાગીના અહી કેવી રીતે આવ્યા ? હવે વિજયસેન અને સુલેચના એ વાત ભીમસેનને કહેશે ને શુ બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન ૭૪ આસા સુદ ૧૩ ને બુધવાર તા. ૩–૧૦–૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે મહેના ! અનંતજ્ઞાની, સજ્ઞ, મહાન ઉપકારી તીર્થંકર પરમાત્માએ આ જગતના જીવેાના ઉધાર માટે દ્વાદશાંગી વાણી પ્રકાશી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy