SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ઉદારતા આદિ ઘણાં ગુણે હતા. દિવસો જતાં જયસુંદર કુમાર મોટો થશે. એક વખત એના મિત્રોની સાથે જંગલમાં કીડા કરવા માટે ગયે. આમ કુમાર ઘણે ગુણીયલ હતે પણ રાજકુળમાં જન્મેલે એટલે શિકાર કરવાને શેખીન હતું, તેથી જગલમાં જઈને એના મિત્રો સાથે શિકાર કરવાનું શીખવા લાગ્યા. એમના ભયથી જંગલના હરણીયા ભયભીત બનીને આમથી તેમ દોડવા લાગ્યા. કુમાર શિકાર ખેલવાનું કાર્ય શીખવામાં મશગુલ બન્યું હતું પણ એના પુણ્યગે જૈન મુનિઓ વિહાર કરીને એ જંગલમાંથી પસાર થતા હતા. એમણે કુમારને શિકાર ખેલતા જે, એટલે કરૂણાવંત જૈન મુનિએ એની પાસે આવીને કહ્યું. મહાનુભાવ તું આ શું કરે છે? આપણાથી બીજા ને હેરાન કરાય? ત્યારે કુમારે કહ્યું મહારાજ ! હું કેઈને હેરાન કરતે નથી. આ તે હું રમત રમું છું. મુનિએ કોમળતાથી કહ્યું ભાઈ! આવી રમત રમાય ખરી? વિચાર કર. કોઈ માણસ તને માર મારે ને કહે કે હું રમત રમું છું તે તને ગમે ખરું? તને મારે તે દુઃખ થાય ને? કુમારે કહ્યું–હા. મને મારે તે દુઃખ થાય જ ને? તે તું એક વાત સમજી લે કે તને કઈ મારે, ત્રાસ આપે તે નથી ગમતું તે બીજાને તું ત્રાસ આપે એ એને ગમે ખરું? તારે મન રમત છે પણ એ જી બિચારા તારાથી કેટલા ફફડે છે ને મરણના ભયથી આમ તેમ દેડી રહ્યા છે, માટે તું સર્વ જીવોને તારા આત્મા સમાન ગણ તને જેમ જીવવું ગમે છે તેમ સૌને જીવવું ગમે છે માટે છે અને જીવવા દે આટલો સિદ્ધાંત હૃદયમાં કેતરી લે. મુનિના ઉપદેશથી કુમારને જીવનપલટો”:- જયેસુદર કુમાર હળુકમી જીવ હતું, એટલે મુનિની વાત એના અંતરમાં ઉતરી ગઈ. એણે કહ્યું. મહારાજ આપની વાત તે સાચી છે, ત્યારે સંતે કહ્યું તે હવે આજથી તું એવી પ્રતિજ્ઞા કર કે હું કોઈ જીવને આવી રીતે મારીશ નહિ ને હેરાન કરીશ નહિ. કુમારના કમળ હૃદયમાં મુનિની મીઠી વાણીની સારી અસર થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે મારે કોઈ જીવને મારે નહિ. હૈયું કમળ હોય તે સંતપુરૂષને આવા કિંમતી ને હિતકારી વચને એમાં ઉતરી જાય, પણ હૃદય કમળ કયારે બને એ જાણે છે? પૈસાને, હોંશિયારીને અને સત્તાને ઘમંડ અંતરમાંથી નીકળે છે. જ્યાં સુધી ઘમંડ હોય ત્યાં સુધી અંતર કુણું ન બને, માટે અભિમાનને દૂર કરવા જેવું છે. સુંદર કુમારે એ અભિમાન રાખે હેત કે હું મોટે રાજકુમાર છું, આ સાધુ મને કહેનાર કેણુ? તે એ આવી પ્રતિજ્ઞા કરી શક્ત નહિ, અને એનું જીવન સુધરત નહિ. કુમારે તે પ્રતિજ્ઞા લઈ લીધી ને એનું બરાબર પાલન કરવા લાગે. કોઈ જીવને પિતાના તરફથી દુઃખ થાય એવું વર્તન કરતે નહિ. ખાવામાં પણ અભક્ષ ખાતે નહિ પણ એના પિતાજીને ખબર નથી કે મારા દીકરાએ આવી પ્રતિજ્ઞા લીધી છે. એક વખત એવું બન્યું કે એ નગરમાં એક ચેર પેસી ગયે, અને ચેરી કરીને તેને ખૂબ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy