SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ શારદા સિદ્ધિ બ્રહ્મદત્ત ચક્રવતિને પણ સંતને સમાગમ થયે છે. એને સંત પ્રત્યે રાગ છે પણ એને રાગ મોહમયી છે, તેથી ભેગનું આમંત્રણ આપે છે. તેમણે પૂર્વભવમાં ત્યાગને લાભ વેચીને ભૌતિક સુખ માંગ્યું છે. જે ચીજ માંગીને લીધેલી હોય એમાં એને અતિરાગ હોય છે, તેથી તે એમાં આસક્ત બને છે, અને બીજાને પણ એ તરફ ખેંચવા માટે પ્રયત્ન કરે છે. હવે શાસ્ત્રકાર શું કહે છે. तं पुवनेहेग कयाणुराग, नराहिवं कामगुणेसु गिद्धं । ઘમ્મસિંગો તH દિયાનુણી, વિનો વથાણુહરિ ૧૫. પૂર્વભવના સ્નેહના અનુરાગને આધીન બનેલા, અને મને શબ્દાદિક વિષયમાં લેપ બનેલા એવા બ્રહ્મદત્ત ચક્રવતિને ધર્મ માર્ગમાં સ્થિત અને ચકવતિના હિતના અભિલાષી એવા ચિત્તમુનિ આ પ્રમાણે કહેવા લાગ્યા. ચિત્તમુનિ શું કહેશે તે વાત આગળ ગાથામાં આવશે પણ બ્રહ્મદત્ત શું કહી રહ્યા છે? હે મુનિ! કષ્ટદાયી ત્યાગ માર્ગ છોડી દો ને મારા રાજમહેલમાં પધારો, ત્યાં તમને કેવા સુંદર નાટક જોવા મળશે, કેવા મધુરા સૂરથી ગવાતા ગીત સાંભળવા મળશે, સારા વસ્ત્રાભૂષણો પહેરવા મળશે, સુંવાળી શામાં છત્રપલંગે પઢવા મળશે. નિત્ય નવા મિષ્ટાન ખાવા મળશે. અપ્સરા જેવી કન્યાઓ ખમ્મા ખમ્મા કરશે અને દેવેએ બનાવેલા દરેક જાતની સુખ સામગ્રીથી યુક્ત મહેલમાં મહાલવાનું મળશે. કયાં મારા દિવ્ય સુખ અને કયાં તમારા ત્યાગના દુખ ! તમને આવા દુઃખમાં જોઈને મારું તે કાળજું કંપી જાય છે, માટે આ બધું છોડીને તમે મારી સાથે ચાલે. આ પ્રમાણે બ્રાદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને ઘણું કહ્યું પણ જેમને આત્મા સંયમ માર્ગમાં સ્થિર છે તેને ગમે તેટલા પ્રભને આપવામાં આવે છતાં તે એના માગથી ચલાયમાન ન થાય. આગળના શ્રાવકે પણ કેવા દઢધમી હતા! કામદેવ, શ્રાવક, અનેક શ્રાવક આદિ શ્રાવકની દેએ કેવી આકરી કસોટી કરી હતી છતાં પિતાના શ્રાવક ધર્મમાં કેવા દઢ રહ્યા હતા ! દેવએ એમને મારણતિક ઉપસર્ગો આપ્યા છતાં ધર્મથી એમનું મન ચલિત ન થયું, તે જેણે સંસારને અસાર સમજીને છે ને પાંચ મહાવ્રત ધારણ કર્યા એવા સંયમી મુનિ તે કેમ ચલાયમાન થાય? આ તે સંસારમાં આવવા માટેના પ્રભને આપે છે પણું એના બદલે દુઃખ આપે તે પણ પિતાના ચારિત્રને છેડે નહિ. પ્રાણ જાય તે કુરબાન પણ ધર્મને છોડે નહિ. ધર્મમાં દઢ રહે તે જ સાચે દઢધમી છે. આજે પ્રિયધમી શ્રાવકે તે ઘણાં જોવા મળે છે પણ દઢધમી બહુ ઓછા જોવા મળે છે. દઢધમી આત્માઓ પિતાના ધર્મમાં કેવા અડગ રહે છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. છે . એક રાજાને જયસુંદર નામે એકને એક રાજકુમાર હતા. તે પૂર્વભવના સારા સંસ્કારો લઈને આવ્યું હતું, એટલે એના જીવનમાં બાળપણથી વિનય, વિવેક,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy