SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિનિ ૧ ભવ્ય સંદેશા વહેતા કર્યાં, શરીર, સપત્તિ તથા સ્વજનની ત્રિપુટીના મૈાહમાં અંધ બનેલા અને રાગ–દ્વેષ, ક્રોધ, માનાદ્રિ કષાયેા તથા અજ્ઞાન, અવિરતિમાં આથડતા આ આત્મા અન’તકાળથી જે અસીમ વેદનાના મહાસાગરમાં ડૂબી રહ્યો છે તેમાંથી તેના ઉદ્ધાર કરનાર, તેનેા હાથ પકડી તેને અન'ત સુખ સાગરમાં નિમગ્ન રાખનાર દેવ, ગુરૂ તથા ધર્માંરૂપ ત્રિપુટી છે, તેમાં ધમ સાક્ષાત્ ઉપકારક છે, છતાં તે શુદ્ધ ધર્માંરૂપ રત્નનું દાન કરી સમસ્ત સ`સારના ભવ્ય જીવે પર અનત ઉપકાર કરનારા વિશ્વમાં જે કેાઈ હાય તા શ્રી અરિહત પરમાત્મા છે. ધર્મીમાના પ્રવર્તક, પ્રચારક તથા સંસ્થાપક તે શ્રી અરિત ભગવતો છે, માટે વાસ્તવિક રીતે શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણુ કરવી જરૂરી છે. એ ઓળખાણુ રત્નાની ખાણ છે. બધુએ ! સ`સારમાં તમે ઓળખાણુ તે ઘણી કરી છે, પણ એ એળખાણુ સ્વાર્થીની છે. તે પણ જ્યાં સુધી તમે સાચવા, સૌને અનૂકૂળ બનીને રહેા, વાર તહેવારે યાદ કરો, બહારગામ રહેતા હેાય તે કાગળ-પત્ર લખેા તે ઓળખાણ ને સબ`ધ ચાલુ રહે. આ ઓળખાણુ માત્ર આ ભવ પૂરતી છે. જ્યારે દેવ-ગુરૂ અને ધની એળખાણુ તા ભવેાભવ પૂરતી છે, અને પરમાર્થમય છે. તમે ભગવાનની પાસે કે ભગવાનની આજ્ઞામાં વિચરતા સંતાની પાસે ગમે ત્યારે જાઓ કે ધ'નુ' શરણુ' અ'ગીકાર કરો તે। એ તમને દુઃખમાં અવશ્ય સહાયક થવાના, કારણ કે એમનામાં સ્વાર્થ નથી, એકલા પરમાર્થીની ભાવના છે, માટે દેવ-ગુરૂ અને ધર્મની ઓળખાણને રત્નાની ખાણ કહી છે. જેને દેવ ગુરૂ અને ધર્માંની શ્રધ્ધા થાય એ આત્મા સમ્યક્ત્વ પામી જાય છે. સમકિત પામ્યા પછી જીવની પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં પણ પરિવર્તન આવી જાય છે. કર્મોના ઉદય થાય ત્યારે સમતા રાખવાનું બળ મળે છે. દુઃખ વખતે એ પાતાના કર્માંના દોષ દેખે છે. સુખ મળે તે સમજે કે મારા શુભ કર્માને ઉદય છે અને દુઃખ પડે તે સમજે કે મારા અશુભ કર્માના ઉદય છે. આવી સમજણુ અને વિવેક આપનાર હોય તેા ભગવાન મહાવીર સ્વામીના દેવવશી દૂતા સમાન સતપુરૂષો છે. આપણા અધિકારમાં ચક્રવતિ ચિત્તમુનિને કહી રહ્યા છે કે હે મુનિ ! મારા દેવકૃત ભવનામાં દેવાંગના જેવી કન્યાઓ છે. મહેલમાં જે ફનીચર છે તે મધુ' હીરા અને રત્નાથી જડેલું છે. આ મારા ઝગમગતા હીરા અને મણીથી જડેલા સુવર્ણના મહેલા તે દેખા. વધુ શું કહું! હું. આખું રાજ્ય તમારા ચરણામાં સમર્પિત કરી દઉ, પણ તમે એક વાર મારા મહેલમાં ચાલેા. બંધુઓ ! ભૌતિક સુખના અથી ભાગમાં આનંદ માને છે કારણ કે પૂર્વ` નિયાણુ કરીને આવ્યા છે. એ સુખને માટે અમૂલ્ય કરણી વેચી નાંખી છે, એટલે એને તે એમાં આનંદ આવે છે અને ત્યાગી મુનિને પણ પાતાના ભેગા ભેળવવા માટે વિનતી કરે છે. પાપની લક્ષ્મી માણુસને ધર્મ ભૂલાવી દે છે ને સંસારના સુખમાં ગળાબૂડ ખૂંચેલા રાખે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy