SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ શારદા સિદ્ધિ સાંભળે નહિ, આંખેથી દેખાય નહિ હાથ-પગ ધાર્યું કામ આપે નહિ એવી આ શરીરની અવસ્થા કે જે જરા કહેવાય છે તે સંસારમાં કોને ગમે? કેણુ તેને વધાવે ? પિતાના જીવનમાં પોતાની જાત માટે ન ગમે એટલું જ નહિ પણ કોઈને જરાથી જર્જરિત, બિભત્સ શરીરવાળે જોતાં મન ઉંચું થઈ જાય, આંખને તે અળખામણે અને બિહામણું લાગે, પણ સંસારી જીવની કરૂણ અજ્ઞાનતા છે, વિષમ વિચિત્ર છે કે બાવળ વાવ્યા પછી કાંટા ઉગે ત્યારે વાવતી વખતના આનંદ કે ઉન્માદને ભૂલીને શેક તેમજ આકંદની ચીચીયારીઓ પાડે છે. જે જન્મને વધારે હોય તે મૃત્યુ અનિવાર્ય છે, યૌવન ગમી જતું હોય તે જરા વળગેલી છે, સુખને આનંદ ગમતે ન હોય તે દુઃખ અનુભવવું પડશે. જન્મ અને મૃત્યુ, યૌવન અને જરા, સુખ અને દુઃખ આ દ્રો સંસારમાં અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવોને વળગેલા છે. એ તંદ્રમાં જન્મના આનંદ કરતા મૃત્યુનું દુઃખ ક્ષણે ક્ષણે જીવનની પ્રત્યેક પળમાં આત્માને કર્થના આપી રહેલ છે. યૌવન કરતાં પણ જરાની વેદના આત્માને ભયાનક રીબામણ આપે છે, અને સુખ કરતાં દુઃખ સંસારમાં સર્વ કેઈને અનંત વ્યથા જન્માવે છે. આ સ્થિતિમાં એક જ નિદાન હોઈ શકે અને તે એ કે જન્મ, જરા, મૃત્યુ એ ત્રણેયના સર્વનાશનું જે કઈ જે સાધન તે જ આત્માને અનંત વ્યથા, વેદના કે રીબામણમાંથી વિમુક્ત કરવાને સર્વ રીતે સમર્થ છે. ત્રણેય લેકમાં આવું કોઈ સાધન શોધવા મથે, બુધિ, બાહુબળ કે એશ્વર્યાની અમાપ સાહ્યબીથી આવી વસ્તુને મેળવવા મથે તે તમને શ્રી અરિહંતના શાસન સિવાય કોઈ સ્થાને આ સાધન પ્રાપ્ત નહિ થાય. શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા સદ્ધર્મને એ મહિમા છે. તેમના માર્ગને એ અનંત ઉપકાર છે કે તેના આરાધક આત્મા મન, વચન તેમજ કાયાથી આ ધર્મારાધનામાં પિતાનું સર્વસ્વ સમર્પિત કરી દે તે પરિણામે જન્મ-જરા તથા મૃત્યુના પારને પામી આધિ, વ્યાધિ તેમજ ઉપાધિના અનંત સાગરને હળ કરી તેને તરી જાય છે. તે સાધક આત્માને શ્રી અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનાને અંતે કર્મના કલેશને નાશ થતાં અવ્યાબાધ, અનંત તેમજ અક્ષય સુખને સાક્ષાત્કાર થાય છે. આવા અનંત સુખને આપનાર સદ્ધર્મની પ્રાપ્તિ ભૂતકાળમાં આત્માને થઈ નથી. અગર થઈ હોય તે તેને સફળ બનાવવા આત્માએ પુરૂષાર્થ આચર્યો નથી. આજ કારણે આત્માને જગતના અધર્ય, સંપત્તિ કે અખૂટ ભવે અને પૌદ્ગલિક સુખોને વિરાટ સમુદાય પ્રાપ્ત થવા છતાં સુખ, શાંતિ કે સ્વસ્થતાની તેની ભૂખ સાચી રીતે શમી નહિ. આ કારણ જગદ્ગુરૂ, જગતબંધુ, અનંત કરૂણસિંધુ, દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માને એ ઉપકાર છે કે તેઓએ સંસારના સમસ્ત આત્માઓના મંગલ કાજે, વાસ્તવિક શ્રેય માટે, અવ્યાબાધ સુખ, અનંત સામર્થ્ય તથા અક્ષય સમૃદ્ધિની પ્રાપ્તિ માટે સદ્ધર્મને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy