SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ..... ૬૭૪ ધારદા સિિ આરાધના કરવાની છે. નવપદ એટલે અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દન, ચારિત્ર અને તપ. આ નવપદની શુદ્ધ ભાવપૂર્વક આરાધના કરનાર ભવસાગર તરી જાય છે. આ સ'સારસાગરમાં ડૂબતા સ'સારી જીવાને સહારો આપી આબાદ રીતે ઉગારી લેનારી નાવ ડાય તે આ નવપદ છે. એ કથીરને કચન બનાવનાર છે. દાનવને દેવ, ઈન્સાનને ઇશ્વર અને માનવને મહા માનવ બનાવનાર છે, અને આ સળગતા સંસારને શીતળ છાયા આપનાર છે. નવપદમાં આવી મહાન શક્તિ રહેલી છે, માટે શરીરના મોહ છોડી, પ્રમાદને ત્યાગ કરીને નવપદનું આરાધન કરી લે. માણસ સુખી હાય કે દુઃખી હોય. બંનેના સ'સાર અંતે તા સમસ્યામય છે. સુખીની સમસ્યા સુખી જાણતા હેાય છે ને દુઃખીની સમસ્યા દુઃખી જાણતા હોય છે. પાપ કર્મના ઉદયથી માણસના માથે પાર વગરનુ દેવુ ચઢયુ હોય ત્યારે એની સ્થિતિ કેવી કફોડી બની જાય છે! શેઠે સીસમાંથી છૂટા થવાનુ એકા એક વાનિંગ આપી દીધુ હોય. બીજે કયાંય કોઈ સવીસ રાખવા તૈયાર ન હોય ત્યારે એને થાય છે કે જાણે ઝેરનો કટોરો પી લઉ. એવા સમયે ભાગ્યયેાગે જો એને નવપદનું શરણું મળી જાય અને દુઃખીના દિલમાં શ્રદ્ધા જાગે કે નવપદ એ એક જ સાચુ' શરણુ છે. ખાકી બધુ અશરણુ છે અને પાતે એને શરણાગત છે. આવા ભાત્ર એના હૈયામાં રગેરગે પ્રસરી જાય અને પછી એની આરાધના શ્રદ્ધાપૂર્વક કરવા લાગે તા એની મૂઝવણ્ણાના અંત આવતા જાય અને મનમાં પરમ સ ંતાષ થઈ જાય, ત્યારે એના હૈયામાં ખુમારી પ્રગટે છે કે મને જે મળ્યુ છે એ જગતમાં કોઈ ને નથી મળ્યું. નવપદમાં કેવી મહાન શક્તિ રહેલી છે! એણે મારા જીવનના અધકાર ઉલેચી નાંખ્યા. ભારેખમ બની ગયેલા એવા મને હળવા કુલ કેવી રીતે બનાવી દીધા! હવે સુખી મનુષ્યના જીવનની વાત કરીએ. જેમ કેાઈ લાખાપતિ પાટી હોય. બગલાના ક`પાઉન્ડમાં ચાર ચાર કારો ઉભી રહેતી હાય, બજારમાં મોટી પેઢી ધમધેાકાર ચાલતી હોય, બહાર લાકે શેડ સાહેબ.... શેઠ સાહેબ કહીને ખેલાવતા હાય, પણ અંદરની વાત તે એ જ જાણતા હાય. પેઢી દેવાળુ કાઢવાની તૈયારીમાં હોય. પેાલિસ દરોડા પાડવાની છે એવા ઉડતા સમાચાર એક બાજુથી આવી રહ્યા હોય, પેઢીના મુખ્ય મુનીમ અંગત દુશ્મન થતાં રૂપિયા પચ્ચીસ હુજારની ઉથલપાથલ કરી ચાપડાની બધી બ્લેક આઈટમ ડાયરીમાં ઉતારી લઈ સામે પડચા હોય. શેઠ કંઈ કરવા જાય તે જેલમાં બેસાડી દેવાની ધમકી આપતા હાય, ઝેરનો કટોરો પી લેવાની કે દિરયામાં ઝ'પલાવવાની હિંમત ચાલતી ન હોય, આખી દુનિયા ફરતી દેખાતી હાય, શુ કરવુ' ને શુ ન કરવું એ સમજાતુ ન હોય, શી રીતે જીવવું અથવા શી રીતે મરવુ' એ પણ એક પ્રશ્ન હોય, કોઈ રસ્તા જડતા ન હાય ને એમાં એકાએક એને નવપદું યાદ આવી જાય ને સુખી હોવા છતાં દુઃખની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy