SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ }}} શારદા સિતિ "" "" એ છે કે જીવાને પોતાના પ્રાણથી બીજું કંઈ વહાલુ' નથી તેથી એના પ્રાણની રક્ષામાં એ અત્યંત આનંદ માને છે. કહેવત છે ને કે “ ઠાર્યા તેવા ડરીએ ને માન્યા તેવા બનીએ. આટલા માટે સમજી આત્માએ આત્મવત્ સર્વ ભૂતેષુ ” બીજા જીવા પ્રત્યે પેાતાના આત્મા સમાન દૃષ્ટિ રાખે છે. પેાતાને દુઃખ નથી ગમતું તે બીજાને પણ નથી ગમતુ', માટે મારે બીજાને દુ:ખ આપવુ જોઈ એ નહિ, પછી ભલે ને સૂક્ષ્મ એકેન્દ્રિય જેવા જીવા હાય, એને પણ હુ' દુઃખ ન પમાડું, આ વૃત્તિ જેને નથી તે બીજા જીવાના દુ:ખાને જોતા નથી. માત્ર પોતાના ખાનપાન, પરિગ્રહ, વિષયા વિગેરે બાહ્યસ્થાને દેખે છે તેથી આવા આત્મા બહિરાત્મા છે. ત્યારે જેને જીવા પ્રત્યે સમભાવ સમાનભાવ છે અને ખીજાનું દુઃખ તે મારુ' દુઃખ છે એવી સમજણુ તે અંતરાત્મા છે. સૂક્ષ્મ જીવાની દયા પાળવા દ્વારા પેાતાના આત્માને અંતરાત્મભાવમાં આગળ વધતાં વધતાં પરમાત્મ ભાવ સુધી પહેાંચી જાય છે. તે જીવમાંથી શિવ અને છે. આમ તે સ જીવ માત્ર આંતર સ્વરૂપમાં શિવ રૂપ છે. માત્ર ક અને વાસનાઓના અંધન પરમાત્મ દશાને પ્રગટ થવા દેતા નથી. પુરાણમાં પણ કહ્યું છે કે यत्र जीवः शिवस्तत्र न भेदः शिवजीवयाः । न हिस्यात् सर्वभूतानि शिवभक्ति समुत्सुकः ॥ જ્યાં જીવ છે ત્યાં શીવ છે. જીવ અને શીવ વચ્ચે કેઈ ભેદ નથી, માટે શીવની ભક્તિના ઉત્સુક મનુષ્યે કોઈપણ જીવની હિંસા કરવી જોઈએ નહિ. આવુ. સમજતા જીવને સર્વ જીવા પ્રત્યે કરૂણાભાવ ઉત્પન્ન થાય છે અને એવી ભવ્ય ભાવના જાગે કે હું સ` જીવેને સંસારના આ મહા દુઃખમાંથી મુકત થવાને માર્ગ બતાવું. સ જીવાને શાસનરસી બનાવું. સારા એ જગતના જીવાને ઉગારુ એવી પવિત્ર ભાવના જાગતા, તપ–ત્યાગ વિગેરે ધર્માનું શુદ્ધ ભાવથી પાલન કરતા જીવ તીર્થંકર નામ કમ બાંધે છે બંધુઓ! સૌના દિલમાં એમ થાય કે હું તીર્થકર નામ ક ઉપાર્જન કરુ પણ એ સ્હેલ વાત નથી. એ માટે કેટલી ઉગ્ર સાધના કરવી પડે છે. મહાવીર સ્વામીના જીવે નંદરાજાના ભવમાં કેવી ઉગ્ર સાધના કરી હતી. અગિયાર લાખ ને એકયાસી હજાર માસખમણુ કર્યાં. એ માસખમણુ કેવા ? એક સ્થાનકે રહીને નહિ કરવાના, વિહાર કરવાના, વિહારમાં પારણાનેા દિવસ આવે. આહાર મળે ન મળે. જેવા આહાર મળે તેવા આહાર કરીને ખીજી' માસખમણુ કરી લેવાનું. આ જેવી તેવી સાધના છે! આટલી સાધના કરી ત્યારે તીર્થંકર નામ કમ બાંધ્યું. તીથંકર નામ કર્મીના અંધ પડયા પછી ત્રીજે ભવે અહિં'ત પદની પ્રાપ્તિ થાય છે. અરિહંત પ્રભુ દીક્ષા લઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યાં પછી તીર્થની સ્થાપના કરે છે, અને જગતના ખૂણે ખૂણે વિચરીને અન'ત ભવ્યાત્માને સ'સાર સાગરથી તરવાને મા બતાવે છે. પોતે તરે છે ને ખીજા જીવાને તારે છે, આવા અરિહંત પ્રભુના પદની પ્રાપ્તિ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy