SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શારદા સિલિ }" આજેથી મહાન મંગલકારી આયંબીલની ઓળીને પ્રારંભ થાય છે, આપણા જૈન ધર્મમાં આયંબીલ તપને મહાન મહિમા છે. જે આત્માઓ આવા મહાન તપની આરાધના કરે છે તેને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. એના પ્રભાવે અનાદિકાળને ભવરોગ નાબૂદ થાંધે છે. આયબીલની ઓળીના નવ દિવસ છે. એમાં પાંચ પરમેષ્ઠી ભગવાનના પાંચ પદ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર એમના ગુણે એમ નવપદની આરાધના કરવાની હોય છે. તીર્થંકર નામ કમ ઉપાર્જન કરવાના વીસ બેલ છે તેમાં સૌથી પ્રથમ અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવાથી પણ જીવ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. એ સૌથી પ્રથમ બેલ છે. આયંબીલના પહેલા દિવસે આપણે અરિહંતપદની આરાધના કરવાની છે. જેનાથી આયંબીલ તપ થાય તે આયંબીલ તપ ક્રિયા સહિત કરો અને જેનાથી આયંબીલ ન થાય તે અરિહંત પ્રભુના ગુણગ્રામ કરે, અરિહંત પ્રભુને જાપ કરે, એમનું ધ્યાન ધરે તે પણ મહાન લાભનું કારણ છે. અરિહંત બનવાને માટે અરિહંત ભગવાનની આરાધના કરવાની જરૂર છે. જે આત્મા પોતે આ આયંબીલ તપ કરે છે, કરાવે છે ને કરનારને અનુમોદન આપે છે તે મહાન લાભ મેળવે છે. કંઈક જી પિતે કરી શકતા નથી પણ જે કઈ ભવ્ય છે આવા મહાન તપની આરાધના કરે છે તેમને જોઈને એમનું અંતર આનંદ અનુભવે છે, અને હું પણ આવી આરાધના કયારે કરું એવી અંતઃકરણપૂર્વક ભાવના ભાવે છે એમાં પણ એના કેટલા કર્મો ખપાવી દે છે. '' સાકેતપુર પાટણ નામના નગરમાં હસ્તિપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રીજે ઈન્દ્ર જેવા એશ્વર્યવાળા અને સૂર્ય જેવા પ્રતાપી હતા. સમુદ્રની જેમ ગુણરત્નના રત્નાકર હતા. સાથે પરદુઃખભંજન હોવાથી લોકપ્રિય હતા. પ્રજાજનેના દુઃખ ટાળી સૌને ઉપર મહાન ઉપકાર કરતા હતા એટલે પ્રજાજને આવા મહાન ઉપકારીના ગુણ ગાતા થાકતા ન હતા, આ રાજા આવી પરદુઃખભંજન, નિરાભિમાની ને ન્યાયપ્રિય આદિ ઘણાં ગુણેથી યુક્ત હતા. ન્યાયને સાચવવા માટે અન્યાયપાજિત સુખ સગવડ અને સન્માન એમને ગમતા ન હતા. આવા પવિત્ર રાજાને ચૈત્ર નામને એક પ્રધાન હતું. એક વખત ચૈત્ર પ્રધાનને રાજ્યના કોઈ કામ પ્રસંગે ચંપા નગરીમાં જવાનું બન્યું. આ પ્રધાન ખૂબ ધાર્મિક, ડાહ્યો ને ગુણવાન હતા. જૈન ધર્મી હતું એટલે રાજ્યના કામે જાય કે ઘરના કામે જાય પણું સંસાર કાર્યની સાથે પિતાના આત્માનું કાર્ય કરતે જ્યાં જાય ત્યાં સૌથી પહેલા તપાસ કરતે કે કયાં જૈન સાધુ સાધ્વીજી બિરાજે છે. જે સાધુ સાધ્વીજી હોય તે ત્યાં જઈને દર્શન કરતા. વ્યાખ્યાન વાણુને લાભ લેતે અને સત્સંગ-ધર્મચર્ચા કર. આ ચૈત્ર પ્રધાન ચંપા નગરીમાં જઈને આવ્યું ત્યારે હસ્તિપાળ રાજા પૂછે છે અહો પ્રધાનજી! તમે ચંપાનગરીમાં ગયા હતા તે ત્યાં નવીન શું જોયું? નવું શું જાણ્યું? તે મને કહે. આ ચિત્ર મંત્રી ચંપાનગરીમાં ગયા હતા ત્યારે આયંબીલની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy