SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ stો મિત્તિ અંગારક નામે કલસાને મેટો જમ્બરે વહેપારી હતે. એ લાકડા બનાવીને કલસા બનાવતું હતું, તેથી એનું નામ અંગારક હતું. એક વખત અંગારક વહેપારી કેલસા બનાવવા ગયો. સાથે પાણીના મોટા મોટા પીપ ભરીને ગયો હતે. લાકડા સળગાવ્યા ને કામ શરૂ થયું. બપોરને સમયે થયો. સૂર્ય માથે આવ્યો એટલે ગરમી તે એકદમ વધી ગઈ. પાણી સાથે લાવ્યા હતા તે અંગારા ઠારવામાં, શરીરે છાંટવામાં, પીવામાં, ધરતી ઠંડી કરવામાં, વપરાઈ ગયું એટલે તે પાણીની તપાસ કરવા લાગ્યો. પણ એટલામાં તે પાણી કયાંય દેખાતું નથી એટલે એ દૂર દૂર સુધી પાણીની તપાસ કરવા ઉપડયો. એને એટલી બધી તરસ લાગી હતી કે પાણી માટે દેડ્યો ખરો પણ સખત ગરમી અને અસહ્ય તરસના કારણે કંઠ સૂકાવા લાગ્યો. ચકકર આવી ગયા એટલે એક વૃક્ષની શીતળ છાયામાં આવ્યો. ત્યાં એને મૂછ આવી ગઈ તેથી એ ત્યાં ઢળી પડયો. મૂછગત અવસ્થામાં એને પાણીનું સ્વપ્ન આવ્યું. - બંધુઓ! મોટા ભાગે તમને સ્વપ્ના શેના આવે છે? આ દિવસે જેની રટણ કરતા છે, જેની હૈયાળી કરી હોય તેના જ સ્વપ્ના આવે ને? આટલા બધા બેઠા છો એમાંથી કોઈને એવું સ્વપ્ન કદી આવ્યું છે ખરું કે હું મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી ગયે, મેં સીમંધર ભગવાનના દર્શન કર્યા, એમની મીઠી ને મધુરી દેશના સાંભળી મને વૈરાગ્ય આવે ને મેં દીક્ષા લઈ લીધી. (હસાહસ) બોલે, કદી આવું સ્વપ્ન આવે છે ખરું? ક્યાંથી આવે ? આખે દિવસ મનમાં સંસારના રાગની રામાયણ કરી હોય ત્યાં આવા ઉત્તમ સ્વપ્ના કયાંથી આવે ? ઘરની ને દુકાનની વાત છેડી દો પણ અહીં ધર્મસ્થાનકમાં આવીને મઢ મુહપત્તિ બાંધી સામાયિક લઈને બેઠા હો છતાં એમની વાતે સંસારની ચાલતી હોય. દિન-રાત એકલી તુચ્છ પુદ્ગલેની રટણ ચાલે પછી સ્વપ્ના પણ પદ્ગલેનો જ આવે એમાં શી નવાઈ! મોટી નુકશાની તે એ છે કે તુચ્છ પદાર્થોની કરેલી રટણ ભવિષ્યના તુચ્છ ની આગાહી કરે છે. ભવિષ્યમાં જેને હલકા ભવ કરવાના હોય એને અહીં હલકું સૂઝે છે. ' ' “તૃણુની આગથી જલતો તૃણવંત” – અંગારક વહેપારીને મૂછગત અવસ્થામાં સ્વપ્ન આવ્યું કે સામે તળાવ દેખાયું. તળાવ જોઈને એને ખૂબ આનંદ થયો ને વિચાર કરવા લાગે કે સારું થયું. અને પૂબ તરસ લાગી છે. એ તે પાણી પીવા માટે સ્વપ્નામાં તળાવ પાસે દોડ અને ઉધે પડી લાંબો થઈને હેરની જેમ મોટું બળીને પાણી પીવા લાગ્યો. થોથવારમાં તો આખું તળાવ પી ગયે. ક્રોધ અને તૃષ્ણામાં ધમધમતા ૯૮ પુત્રોની વીતરાગ ભગવાન ઉપદેશ આપે છે કે જુઓ, આ તરસ કેવી છે! પાણી પીને વધે એવી કે ઘટે એવી ? ત્યાંથી આગવી દોડ તે એણે ગંગાનદી જેવી મોટી નદી જોઈ, એટલે ગંગાના કિનારે ઉધે સૂઈને એણે પાણી પીવા માંડયું. શા. ૮૩ ' ' . . .
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy