SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ '૬૫૬ શારદા સિદ્ધિ નવનિધિ બધું મળ્યું અને છ ખંડ સાધીને આવ્યા પછી ભરત મહારાજાને સંપૂર્ણ ચક્રવતિ બનવું છે એટલે પિતાના ૯૮ નાના ભાઈ અને પિતાની આજ્ઞા માની લેવા દૂત મારફત સમાચાર કહેવડાવ્યા, ત્યારે નાના અઠ્ઠાણુએ ભાઈઓ ભરત મહારાજા પર ગુસ્સે થઈ ગયા ને કહેવા લાગ્યા શું, બધા રાજય ઉપર એમની જ સત્તા છે? આ તે પિતાજીએ રાજ્ય આપ્યું છે. એને આટલી બધી ખુમારી છે કે પિતાજીએ આપણને આપેલું રાજ્ય પણ પડાવી લેવા ઈચ્છે છે? એ એક છે તે આપણે અઠ્ઠાણું છીએ. એવી એની આજ્ઞા અમારે સ્વીકારવી નથી. અમે એની સામે લડાઈ કરીશું પણ લડાઈ કરતા પહેલાં આપણે પિતા ઋષભદેવ ભગવાનને વાત જણાવી દઈએ. એ શું કહે છે તે જોઈએ, પછી વાત. અઠ્ઠાણુંએ ભાઈએ ઝષભદેવ ભગવાન પાસે ઉપડ્યા. જઈને કહે છે પિતાજી! આપે અમને રાજ્ય આપ્યા તે લઈને સંતેષથી અમે રાજ્ય કરીએ છીએ, પણ મોટાભાઈ ભરત લેભી બનીને આખા જગતને દબાવી આવ્યો. હજુ પણ એને લેભ મટયો નથી. તે અમને કહે છે, કે તમે મારા ગુલામ બને. તે બેલે પિતાજી! હવે અમે એને બતાવી આપીએ ને? ભગવાન આ બાબતમાં શું કહે ? વીતરાગ પ્રભુ તે આરંભ સમારંભ અને જીવહિંસાની વાતમાં રસ લે ખરા ? “ના”. પિતાની પાસે ન્યાય કરાવવા આવેલા ૯૮ પુત્રોને વીતરાગ પરમાત્માએ શું આપ્યું? શું શીખવ્યું? તે સાંભળે. ભગવાન ઋષભદેવની મીઠી ટકેર :- અઠ્ઠાણું પુત્રે ભગવાનને વંદન કરી પિતાની વાતની રજુઆત કરીને પ્રખદામાં બેસી ગયા. ત્રાષભદેવ ભગવાન તે સર્વજ્ઞ હતા. આ નિમિત્તે શું લાભ થવાને છે તે બધું જાણતા હતા. એટલે એમણે તે જે ઔષધની જરૂર હતી તે પીરસવા માંડવું. જ્યાં કપાયેના ઝેર ઉભરાઈ રહ્યા હતા ત્યાં ઉપશમ રસના-વૈરાગ્યનાં ઝરણા વહેતા કરી દીધા. અમૂલ્ય ઉપદેશ આપતા ભગવાને કહ્યું કે હે રાંકડા છો ! તમે ભરતને દુશ્મન સમજે છે ? દુશમન તે તમારી અંદર બેઠેલા છે. ક્રોધ-માન-માયા-લભ-મહમદ-મત્સર–રાગ દ્વેષ વિગેરે આત્માના ખરા દુશ્મને છે. અનંતકાળ ભવચક્રમાં ભટકાવનાર છે. એમને જ ઉખેડી નાંખે છે. ભરતને શું બતાવી આપવું છે? ભરતને જીતવા જશે તે તમારા અંદર બેઠેલા દુશ્મને વધુ બળવાન બનશે. પણ ભગવાન ! એ અમારું રાજ્ય લઈ લે છે. અરે ! તમે વિચાર તો કરે. રાજ્ય કોનું? આ ધરતી કોઈની થઈ છે? આ ધરતી તમને હસી રહી છે કે તમે તેના ઉપર મમત્વ કરો છે? કંઈકને મેં રવાના કર્યા છતાં હું તે અહીં જ છું અને તમને પણ એક દિવસ રવાના કરવાની છું. ફોગટ ફાંફાં શા માટે મારો છે ? બેલે, આ જમીન, શાન્ય તમારી સાથે આવવાનું છે?, અઠ્ઠ. ભાઈએએ જવાબ આપે કે “ના.” તે પછી શાના ઉપર મમતા કરી છે? અષભદેવ ભગવાને એમને વૈરાગ્યથી ભરપૂર.ઉપદેશ આપ્યો ને સાથે એક અંગારક નામના વહેપારીનું દષ્ટાંત આપ્યું.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy