SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ખાવું એ તે પરઘરમાં જવા જેવું છે ને ઉપવાસ એ પોતાના ઘરમાં આવવા સમાન છે.” - પોતાને ઘેર આવવાનું હોય ત્યારે આનંદ હોય કે કરમાઈ જવાનું હોય? કેઈની કાણ મેકાણે જવાનું હોય ત્યાં આનંદ ન હોય તે વાત બરાબર છે. એને ઘેર ખૂબ આગ્રહ કરીને જમાડે, ચા-પાણી નાસ્તા કરાવે છતાં ત્યાં આનંદ આવતું નથી, કારણકે ત્યાં ખાવા-પીવા કે ચા-નાસ્તો કરવા હોંશથી ગયા નથી કે ચાર દિવસ મહેમાનગતિની મેજ માણવા ગયા નથી તેથી આનંદ કે ઉલ્લાસ નથી પણ ઉદાસીનતા છે. એમ અહીં ખાવું એ પાપ છે ને ખાનપાનના પુદ્ગલે રૂપી પરઘેર જવું એ કાણુ મેંકાણે જવા જેવું છે. જેમ કાણ મેકાણે ગયેલાને ખાવાપીવામાં આનંદ કે ઉલ્લાસ હેતે નથી તેમ આત્માર્થી જીવને ખાનપાનના પુદ્ગલે રૂપી પરઘેર જવામાં આનંદ ઉલ્લાસ હેતે નથી પણ ઉદાસીનતા હોય છે, તેથી ઉપવાસના દિવસે એમ લાગે કે આજે કાણે જવાનું નથી પણ તેને ઉપવાસ કર્યાને આનંદ હોય, પણ આજે તે તમારી બધાની કઈ દિશા છે? ઉપવાસના દિવસે હજુ તે દશ વાગ્યા હોય છતાં મેટું જોઈએ તે જાણે દિવેલ પીધેલું ન હોય ! એવું સુસ્ત અને ઉદાસ લાગે છે. કેઈ પૂછે કે કેમ ઢીલા છે? તે કહેશે કે આજે મારે ઉપવાસ છે. બંધુઓ ! ભેજનને ઝેર માન્યા સિવાય ત૫ ઉપર ખરો આદર નહિ થાય. ખાવું એ પાપ છે એમ લાગે તે જ તપ એ ધર્મ છે એમ સમજાય ને ધર્મની કિંમત અંકાય. પાપ માલ વિનાના લાગે તે ધર્મ કિંમતી લાગે, અને ધર્મ કરવાનું મન થાય, રૂચી થાય. તપશ્ચર્યા એ કર્મને ગાંઠેને ઓગાળવા માટેની અકસીર ટેબ્લેટ છે. એ તમે ભાવથી લેવા માંડે તે કર્મની ગાંઠો ઓગળી જશે. તપ કરવાથી પેટના મળનું શુદ્ધિકરણ થાય છે, તેથી ધ્યાન પણ સારું ધરી શકાય છે. તપ કરનારને શરૂઆતમાં આકરું લાગે પછી લાંબા અભ્યાસથી ખાવાપીવાના કેઈ વિચાર આવતા નથી. આજે ઘણું એમ પ્રશ્ન કરે છે કે તપ આદિ દ્વારા આત્માને દમવાથી શું લાભ થાય છે? સાંભળો. દમને થયેલી વસ્તુ દુનિયામાં વધારે ઉપયોગી થાય છે. જેમ સાથે દોરો પાતળો કર્યા પછી નાકામાં પેસે છે તે રીતે કર્મના મળી કાઢયા પછી ધ્યાન સારું ધરી શકાય છે. કર્મને મળ કાઢવા માટે તપ એ અમોઘ સાધન છે. ઘરમાં બારણું બેસાડતા બારણું મોટું હોય તે તેને છોલવું પડે છે પછી તે ફીટ બેસી જાય છે. તે રીતે કર્મથી છેલાયેલે આમા દયાનમાં ફીટ બેસી જાય છે. તપ કરવાથી શરીર પાતળું પડે છે, તેથી માણસને દુઃખ થતું નથી, કારણ કે જેમ વ્યવહારમાં પેટમાં ગાંઠ થઈ હોય તે ગાંઠનું ઓપરેશન થયા પછી વજન ઓછું થાય છતાં આનંદ પામે છે તે રીતે તપશ્ચર્યાથી કર્મની ગાંઠ નીકળી જાય છે તેથી સમકિતી જેને આનંદ થાય છે. ભારે વસ્તુ હોય તે પાણીમાં નીચે બેસી જાય છે અને હલકી વસ્તુ તરે છે તેથી પથ્થર લઈને તરી શકાતું નથી પણ પાટીયું લઈને તરી શકાય છે, તેવી રીતે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy