SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ શારદા સિદ્ધિ મહારાજ, પૂ. ફૂલચંદ્રજી મહારાજ અને વર્તમાનમાં પૂ. કાંતિષિજી મહારાજ તથા પૂ. સૂર્યમુનિ મહારાજ, પૂ. પ્રકાશમુનિ મહારાજ આજે પણ મહાન તપ કરીને આત્માને ઉજજવળ બનાવી રહ્યા છે. તેમને લાખ વાર મારા વંદન છે. વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા વદ ૧૨ ને સોમવાર “સાચી સમાધિ કયારે ?” તા. ૧૬-૯-૭૯ અનંતકાળથી છવ કર્મના કારણે સંસારચક્કામાં પીસાઈ રહ્યો છે. એ કમને દૂર કરવા માટે આ માનવભવમાં કમ્મર કસીને પુરુષાર્થ કરી લે. ભગવાન કહે છે કે “ જ રો વિ જ માં” ! રાગ અને દ્વેષ એ બંને કર્મના બીજ છે. બીજી રીતે કહીએ તો રાગ અને દ્વેષ એ બંને અનાદિકાળથી આત્માનું અહિત કરનાર મોટામાં મોટા શત્રુઓ છે. આ બે શત્રુઓએ તો આત્માનું સત્યાનાશ વાળી નાંખ્યું છે. આ બે શત્રુઓના કારણે આત્મા દુઃખી છે, એટલે જે આત્માએ આ બે શત્રુઓ ઉપર વિજય મેળવે છે એને કઈ જાતનું દુઃખ હોતું નથી, અને જે આત્માઓ એની સત્તા નીચે દબાયેલા છે એમને કોઈ જાતનું સુખ હેતું નથી, કારણ કે રાગ અને શ્રેષ સતત કર્મોનું ઉત્પાદન કર્યા કરે છે અને તે ઉત્પન્ન થયેલા કર્મો આત્માને દુઃખ આપ્યા કરે છે. સુખને રાગ અને દુઃખ પ્રત્યેને છેષ, મિત્ર ઉપરને રાગ અને શત્રુ પ્રત્યે દ્વેષ, સારા રૂપ ઉપરને રાગ અને ખરાબ રૂપ ઉપરને દ્વેષ, સારા સ્વાદિષ્ટ પદાર્થ ઉપર રાગ અને અસ્વાદિષ્ટ પદાર્થ ઉપરને દ્વેષ, માન-સન્માન આપનાર ઉપરને રાગ અને અપમાન-તિરસ્કાર ઉપરને દ્વેષ સોના ઉપરને રાગ અને માટીના ઢેફા ઉપર શ્રેષ, આમ રાત દિવસ રાગ અને દ્વેષરૂપ શત્રુઓનું તેફાન જીવનમાં સતત ચાલતું હોય છે. આ રાગ-દ્વેષથી અલિપ્ત રહેવું એનું નામ સમાધિ, સમતા અને સમભાવ. સાચું સુખ સમાધિ, સમતા અને સમભાવમાં રહેલું છે. માટે રાગ-દ્વેષથી મુક્ત એવા વીતરાગ પરમાત્માનું જ ધ્યાન ધરવું જોઈએ, વીતરાગ પ્રભુના ધ્યાનથી વીતરાગતા પ્રગટે છે, અને રાગીના ધ્યાનથી રાગ વધે છે, માટે રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કરવા માટે રોજ વીતરાગ પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ કરવું જોઈએ. વીતરાગ પ્રભુની વાણીનું શુદ્ધ ભાવથી શ્રવણ કરતાં જીવને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કમ ઉપાર્જન કરે અને જઘન્ય રસ આવે તે અનંતા કર્મની કોડે ખપાવીને પવિત્ર બને છે. એવી વીતરાગ પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિને નાટક જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને જ્ઞાનમાં એમણે પૂર્વના પાંચ ભ જોયા. પાંચ પાંચ ભવ સુધી પોતે બંને ભાઈઓ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy