SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિહ ૫૯૧ ભગવતેની સાથે વિપુલાચલ પર્વત ઉપર જઈને પાદપગમન સંથારો કર્યો. એક માસને સંથારે ચાલ્યો. માત્ર નવ માસની દીક્ષા પર્યાયમાં કામ કાઢી ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી એકાવનારી થઈને મોક્ષમાં જશે. તપ દ્વારા મહાન કર્મોની નિર્જરા થાય છે. શરીર સારું છે ત્યાં સુધી બને તેટલે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લો. એ ન બને તે બ્રહ્મચર્યાદિ વ્રત નિયમનું પાલન કરે. આજે આપણે ત્યાં બા.બ્ર. ઉગ્ર તપસ્વી ચંદનબાઈ મહાસતીજીને ૩૫ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું પારણું છે. તેઓ તપશ્ચર્યા કરીને મહાન કર્મની ગ્રંથિઓ તેડી રહ્યા છે. બા. બ્ર. ઉગ્ર તપસ્વી ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે અને ૩૪ કરવાના ભાવ છે. હમણાં તો આપણે ત્યાં તપશ્ચર્યા મહોત્સવ ખૂબ ઉજવાઈ રહ્યા છે. ભાદરવા સુદ ૧૧ ને રવીવારે નવસારીમાં બા. બ્ર. ઉગ્ર તપસ્વી હર્ષિદાબાઈ મહાસતીજીના માસખમણના પારણાને દિવસ હતો. આજે ચંદનબાઈ મહાસતીજીની તપશ્ચર્યાને પારણાને દિવસ છે. અનેક ગામોથી ઘણું સંઘો, મંડળ, મહિલામંડળ, આવ્યા છે. સહેજે સહેજે આવા તપસ્વીઓના દર્શનને લાભ મળી ગયો. મહાન ભાગ્ય હોય ત્યારે આવા તપસ્વીઓના અને સંતના દર્શનને લાભ મળે છે. હમણું તમે સાંભળી ગયા ને કે ધન્ના અણગારે ઉગ્ર તપની સાધના કરીને ફક્ત નવ મહિનામાં કામ કાઢી લીધું. શ્રેણીક રાજા જેવા રાજા પણ એમના તપની વાત સાંભળીને એમના દર્શન કરવા ગયા. તેમને જોઈને એમનું હૈયું આનંદથી નાચી ઉઠયું! ને ખૂબ ધન્યવાદ આપ્યા. આ કાળમાં ધન્ના અણગાર તે નથી પણ આવા તપસ્વી સંતસતીજીએ આપણને એ મહાન પુરૂની યાદ તાજી કરાવે છે. તપ એ કમરગને નાબૂદ કરવાનું શ્રેષ્ઠ ઔષધ છે. તપ એ પાપ રૂપી અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન છે. તપથી ભવને તાપ દૂર થાય છે. આ તપને મહિમા છે. એવું સમજીને અમારા બંને સતીજીઓએ તપની સાધના કરી છે. બંને સતીજીએ પિતાની પ્રત્યેક કિયા જાતે કરી સ્વાધ્યાય, મનન, વાંચન સહિત તપશ્ચર્યા કરી છે. બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીએ એમના જીવનમાં ત્રણ માસખમણ કર્યા છે. આજે ચોથી વખત ૩૫ ઉપવાસની સાધના કરી છે. તે સિવાય ૨૨-૧૧-૨૦–૧૬ ઉપવાસ આદિ તેમ જ છઠ્ઠને વષીતપ વિગેરે બીજી ઘણી તપશ્ચર્યાએ કરેલી છે. આવી રીતે મહાન તપ કરીને એમણે એમના જીવનને તેજસ્વી બનાવ્યું છે અને હજુ પણ આવી ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મની ગ્રંથિઓને તેડી, ભવના ભુકડા કરીને આત્માને અમર બનાવે. આજના દિવસે હું મારા તરફથી અને મારા સંતવૃંદ તરફથી એમને અંતરના આશીર્વાદ અને અભિનંદન આપું છું કે આપ જ્ઞાન–ધ્યાન અને તપમાં વૃદ્ધિ કરી આત્માનું કલ્યાણ કરો. ' આ સંપ્રદાયના મહાન તપસ્વીએ પૂ. છોટાલાલજી મહારાજ, પૂ. ગુલાબચંદ્રજી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy