________________
શારદા સિદ્ધ
“જટાધારી જોગીની સાથે ગયેલો ભીમસેન” – બંને જણા ચાલતાં ચાલતાં અતિ ઘનઘોર અને નિબિડ જંગલમાં આવ્યા. આ જંગલમાંથી પસાર થતા સંન્યાસીએ રસ્તામાં કયાંકથી ચાર તુંબડા લીધા. પિતાને જે પ્રયોગ કરવાનો છે તેથી તેણે પિતાના પ્રવેગ અનુસાર જયાં જયાંથી અનુકૂળ ને જરૂરી સામગ્રી મળી ત્યાં ત્યાંથી તેણે ભેગી કરવા માંડી ચાર તુંબડામાંથી બે તુંબડામાં સંન્યાસીએ તેલ ભર્યું અને બે તુંબડા ખાલી રાખ્યા. ખાલી તુંબડા પોતાની પાસે રાખ્યા ને તેલથી ભરેલા તુંબડા ભીમસેનના હાથમાં આપ્યા. બંને હાથમાં એકેક તુંબડું પકડીને ભીમસેન કમની વિચિત્રતા ઉપર વિચાર કરતે ચાલતું હતું. ચાલતાં ચાલતાં બંને જણ જંગલ વટાવી એક પર્વત આગળ આવી પહોંચ્યા. બંને જણાં પર્વત ઉપર ડું ચડ્યા પછી એક મેટી ગુફા આવી, એટલે તેઓ ગુફામાં દાખલ થયા. આ ગુફામાં ખૂબ અંધારું હતું. તેથી એક મશાલ સળગાવી. તે પ્રકાશના સહારે બંને આગળ વધવા લાગ્યા. ગુફામાં ઝેરી જનાવરે અને પક્ષીઓના ચિત્કાર સંભળાતા હતા. પર્વતની કંદરાઓમાં સૂતેલા વાઘ-સિંહની ત્રાડ સંભળાતી હતી. કાચાપોચા માણસનું તે હાર્ટ જ બેસી જાય એવી એ ભયાનક ગુફા હતી, પણ આ તે બંને જણા ભડવીર હતા. તેમાંય પાછા સ્વાર્થ માટે સાહસ કરવા નીકળ્યા હતા એટલે ડર રાખે કેમ પાલવે ? જગલી સર્ષનાગ, , ચામાચિડિયા વિગેરેથી બચતા ને તેનાથી સાવધ બની તેઓ એક કુંડ પાસે આવીને ઉભા રહ્યા.
સુવર્ણરસની સિદ્ધિ”:- આ કુંડમાં ચળકાટ મારતે સુવર્ણરસ ઉછળી રહ્યો હતો. તે રસ એટલો બધે ગરમ હતું કે દૂર સુધી તેની અગનઝાળ લાગતી હતી. આ સંન્યાસીએ તે દૂરથી કંઈક મંત્ર જાપ કર્યો ને ભીમસેનને આંખ બંધ કરવાનું કહ્યું. જાપ પૂરો કરીને સંન્યાસીએ કહ્યું છે સ્વાહા.... ૐ સ્વાહા...ભીમસેને પણ સૂચના મુજબ એ બે શબ્દોનું બે વાર પુનરાવર્તન કર્યું, એટલે અગનઝાળ શીતળ થવા માંડી. સંન્યાસીએ બે ખાલી તુંબડા કુંડમાં બન્યા એટલે ગડડડગડડડ અવાજ થયે. એ સાથે જ ભીમસેને તેમાં તેલની ધાર ભેળવી. સંન્યાસીએ પાછા કંઈક મંત્રોચ્ચાર કર્યા, પછી ફરીથી બને જણાએ ૩ સ્વાહાને સાત વાર જાપ કર્યો અને ચારે તુંબડા ભરીને બંને જણ ગુફાની બહાર આવ્યા ને પહાડ પરથી નીચે ઉતર્યા.
સંન્યાસીએ કહ્યું–વીર ભીમસેન ! આ તુંબડાઓમાં સુવર્ણરસ છે તેનું એક ટીપું સો મણ લોખંડ ઉપર નાંખવામાં આવે તે તે બધું સોનું બની જશે. વર્ષોની મહેનત બાદ મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું તને એક તુંબડું આપું છું. તેને તું સદુપયોગ કરજે. તેનાથી તારી નિર્ધનતાનો અંત આવશે. ભીમસેને કહ્યું–મહાત્મા ! આપની મારા ઉપર અપરંપાર કરૂણ છે. આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. હું આ રસના એકેક બુંદનો સદુપયોગ કરીશ. એમ કહીને તે સંન્યાસીના ચરણમાં પડશે, પછી