SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ શારદા સિલિ સેનાપતિને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે સિંધુ નદીની પશ્ચિમ દિશામાં રહેલ નાને ખંડ સાધે અને વિજ્ય પ્રાપ્ત કરીને વજા, રત્ન વગેરે લાવે. આ સેનાપતિ કાંઈ સામાન્ય નથી લેતા. એ ચક્રવર્તિના ૧૪ રત્ન માંહેને એક રત્ન છે. તે કેવા છે? તેનું વર્ણન કરતા શાસ્ત્રકાર કહે છે કે તે ચતુરંગ (હાથી, ઘોડા, રથ અને પાયદળ) લશ્કરના સ્વામી, ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ, મહા પરાક્રમવંત, મહાત્મા, ઓજસ્વી, તેજસ્વી, પ્લેચ્છ લોકેની બધી ભાષાના જાણકાર, અનેક જાતની મનહર ભાષા બેલવાવાળા, ભરત ક્ષેત્રના બધાં વિષમ, ગુપ્ત અને ગંભીર સ્થાનના જાણકાર, અર્થ અને નીતિશાસ્ત્રના જાણકાર હોય છે. આવા સેનાપતિ રત્ન બ્રહ્માદત્ત ચક્રવર્તિની આજ્ઞા સાંભળીને ખુશ થયા ને બંને હાથ જોડી નમસ્કાર કરીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે “તહત્તિ” આપની આજ્ઞા મુજબ કરીશ. એમ કહીને સૈન્યને તૈયાર કરી સિંધુ નદીની પાસે આવ્યા અને ચર્મરત્ન હાથમાં ગ્રહણ કર્યું. તરત જ તે ચર્મરત્ન નાવ જેવું બની ગયું. તેના ઉપર આખું એ સૈન્ય સિંધુ નદી પાર કરી ગયું અને ઘણું દેશ સાધી તેમની પાસેથી વસ્ત્ર આભૂષણનાં ભેટનું લીધા, પછી બ્રહ્મદત્ત ચકવતિ પાસે આવીને બધી વાત કરી અને જે જે દેશ પિતે જીત્યા હતા તેની વિગત કહી સંભળાવી તેથી ચક્રવતિ મહારાજા ખુશી થયા અને સેનાપતિને ધન્યવાદ આપી વિદાય કર્યો. હજુ બ્રહ્મદત્ત ચક્રવતિ સેનાપતિને શું આજ્ઞા કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર – ભીમસેનને આપઘાત કરતા સંન્યાસીએ બચાવ્યું અને આપઘાત કરવાનું કારણ પૂછયું ત્યારે ભીમસેને પિતાની સઘળી કહાની કહી સંભળાવી. એ સાંભળીને સંન્યાસીનું હૃદય પીગળી ગયું ને કહ્યું ભાઈ! તું ચિંતા ન કર. મારી સાથે ચાલ. હું સુવર્ણ સિદ્ધિને પ્રવેગ કરવા જાઉં છું. મારા એ પ્રયોગમાં તું મને સાથે આપ. તારી તે નવલાખ રૂપિયાની મિલક્ત ગઈ છે પણ હું જે સુવર્ણસિદ્ધિ કરવા જાઉં છું ત્યાં તે કોડે રૂપિયાને માલ મળશે. કાર્ય બધું મારે કરવાનું છે. તારે તે માત્ર : હું કહું એમ જ કરવાનું છે. મારું કાર્ય સિદ્ધ થશે પછી તને કેઈ જાતનું દુઃખ નહિ રહે. આવા આશ્વાસન ભર્યા શબ્દો સાંભળીને ભીમસેનને ખૂબ આનંદ થયો ને ઉપકારની લાગણીથી ભીમસેનનું હૈયું ગદ્ગદિત બની ગયું ને તે સંન્યાસીના પગમાં પડશે. સંન્યાસીએ તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે ભીમસેનના પગમાં જેમ આવ્યું ને કહ્યું- મહાત્માજી! મારા પુણ્યોદયે તમે મને મળ્યા. તમે મને મરતા બચાવ્યું કે હવે તે તમે મને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે મને તે લાગે છે કે હવે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. આપની કૃપાથી હું સુખી થઈશ. હું આપની સાથે આવવા તૈયાર છું. ભીમસેન બધી નિરાશા ખંખેરીને સંન્યાસીની સાથે ચાલવા લાગ્યો.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy