SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શારદા સિદિ वर्णसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं । તેળેવ મા ફળમેવ સેથ, ગં મે વુદ્દા સમજીસસયંતિ । અ. ૧૪. ગાથા ૧૦ ઘોર જંગલમાં દિશામૂઢ થયેલા, માગ ભૂલેલો માનવી માગ ભૂલવાથી ગભરાઈ જાય છે. આમતેમ ભટકે ને આકુળવ્યાકુળ બની જાય છે. આવા સમયે એને કાઈ માગ ખતાવનાર ભામિયા મળી જાય તે તે માણસ કેટલો ખુશ થાય છે? પેાતાને માર્ગ બતાવનારને જીવિતદાન આપનાર માનીને તેના ઉપર પ્રસન્ન થઈ ને તેના મહાન ઉપકાર માને છે. એક સામાન્ય ઉપકાર કરનાર ઉપકારીને પણ જીવનભર ભૂલતા નથી તા પછી જે ભગવાને અનાદિકાળથી ભૂલા પડેલા એવા આપણને બહાર નીકળવાના માર્ગ ખતાન્યા તા એમના આપણે કેટલો ઉપકાર માનવેા જોઈએ ? ભલે અત્યારે તીર્થંકર ભગવાન આપણી સામે ઉપસ્થિત નથી પણ ભગવાનની વાણી તે આપણી પાસે મેાજૂદ છે. ભગવાનની વાણી ભવાટવીમાં ભૂલા પડેલા જીવરૂપ મુસાફરને માટે ભોમિયા સમાન છે. એના સહારે આપણે તરવાનુ' છે. આવા ભગવાનના આપણે કેટલો ઉપકાર માનવા જોઈએ ! આપણે અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિની વાત ચાલે છે. ચક્રવર્તિને ૧૪ રત્નો અને ૯ નિધિ પ્રાપ્ત થાય છે તે વાત આપ સભળી ગયા. હજી ચક્રવતિ મહારાજની રિદ્ધિ કેટલી હાય છે તે બતાવતા કહે છે કે ચક્રવતિને બે હજાર આત્મરક્ષક દેવેશ, ખત્રીસ હજાર દેશેાના ખત્રીસ હજાર મુકુટબધી રાજા તેમના સેવક હાય છે, ચેાસઠ હજાર ' રાણીએ હાય છે. ચારાશી લાખ હાથી, તેટલા ઘોડા, તેટલા જ રથ અને છન્તુ ક્રોડ પાયદળ, ૩૨,૦૦૦ નૃત્યકાર, ૧૬,૦૦૦ રાજ્યધાની, ૧૬,૦૦૦ દ્વીપ, નવ્વાણું હજાર દ્રોણુમુખ, છન્નુન્ક્રોડ ગ્રામ, ઓગણપચાસ હજાર ખાળ, ચૌદહજાર મહામંત્રી, સોળહજાર મ્લેચ્છ રાજા સેવક, સેાળ હજાર રત્નાની ખાણુ, વીસ હજાર સેાના ચાંદીના ભ’ડાર, ૪૮,૦૦૦ પાટણ, ત્રણક્રોડ ગોકુળ (દશ હજાર ગાયાનુ` એક ગાકુળ), ૩૬૦ રસોઈયા, આઠહજાર પડતા, ચાસઠ હજાર ખેતાળીશ માળના મહેલો, ૪ કરોડ મણ અનાજ રાજ વપરાય, ૧૦ લાખ મણ મીઠું રાજ વપરાય, ૭૨ મણુ હિંગ રાજ વપરાય. આટલી ચક્રવતિની રિદ્ધિ હાય છે. હવે તેઓ છ ખંડ કેવી રીતે સાધે છે તે વાત વિચારીએ. ચૌદ રત્ના પ્રાપ્ત થયા પછી ચક્રવતિ છ ખંડ સાધવા માટે જાય છે, ત્યારે ચક્રરત્ન આગળ ચાલે છે. તેની પાછળ ચક્રવતિ મહારાજા સૈન્ય સહિત ચાલે છે. બ્રહ્મદત્ત ચક્રવતિ છે ખ`ડ સાધવા માટે કાંપિલ્યપુરથી નીકળ્યા. ચક્રની પાછળ બ્રહ્મદત્ત ચક્રવતિ જયાં જ્યાં જાય છે ત્યાં ત્યાંના રાજાએ ચક્રવતિની આણુ સ્વીકારી લઈ તેને સેાનુ, રૂપુ' અને રત્નાની ભેટ આપે છે. એમ ચાલતાં ચાલતાં માગધતી પાસે આવે છે. ત્યાં ૧૨ x ૯ યાજનમાં પડાવ નાંખે છે. વાર્ષિક રત્ન ચક્રવર્તિ માટે એક પૌષધશાળા તૈયાર કરે છે. બ્રહ્મદત્ત ચક્રવત્તિ માગધતીના દેવને સાધવા માટે પૌષધ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy