SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૫૯ કરવાનું કાર્ય હોય તે હમણાં જ કરી લો. કોઈ પણ કાર્યને કાલ ઉપર રાખવું એ મૂર્ખતા છે તે પછી આત્મ-સાધનાના કાર્યને આવતી કાલ ઉપર રખાય જ કેમ! કાલની વિકરાલ તલવાર માથા ઉપર લટકી રહી છે છતાં માનવ ભાન ભૂલીને ભેગમાં મશગુલ બની રહ્યો છે. તેને સમયની કિંમત સમજાતી નથી. ભગવાન મહાવીર સ્વામી પણ ગૌતમસ્વામીને વારંવાર ટકેર કરતા હતા કે “સમય ગોયમ મા પમાયએ.” હે ગૌતમ! એક ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. સાધક જે પ્રમાદને પરવશ બની જાય તે એની બધી બાજી ઉંધી વળી જાય. મેહની ઘેરી નિદ્રાને છોડીને જાગૃત દશા સુધી પહોંચવું છે તે એ માટે પ્રયત્ન કાયમ ચાલુ રાખે પડશે. સંસારના પાપના કાર્યો કાલ ઉપર રાખ પણ ધર્મના કાર્યો કાલ ઉપર રાખશે નહિ. સિન્યના મોખરે રહેલા વીર સૈનિકે જે થોડી પણ આળસ કરે તે એમની જીતની બાજી હારમાં પલટાઈ જાય. પેઢીઓને વહીવટ ચલાવનાર શેઠ જે પૂરતું ધ્યાન ન આપે તે એમના ઉડતા પતંગની દોરી કટ થઈ જતાં વાર ન લાગે. વિમાનને પાયલોટ જે સહેજ ગફલત કરે તે વિમાન સાથે એના પણ ભુક્કા બલી જાય. આ જ વાત આપણા જીવનમાં ઉતારવાની છે. પ્રમાદની પરવશતા જીવને પ્રગતિની પગદંડીએથી ગબડાવી દેનારી છે. એવું સમજીને આપણે આળસ અને પ્રમાદને દૂર કરીને આગળ વધવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવાની જરૂર છે. બંધુઓ! આટલું વાકય તમારા અંતરમાં લખી રાખે કે “કઈ પણ શુભ કાર્ય કાલ ઉપર રાખો નહિ.આજે સુગ છે. સાધનાને સુસમય છે માટે આજનું કાર્ય આજે કરે. મૃત્યુ તે માનવમાત્રની પાછળ ભમી રહ્યું છે. કાળ કયારે એના જડબામાં ઝડપી લેશે તેની ખબર નથી, છતાં મોજશોખ અને વૈભવ વિલાસમાં શું પડી રહ્યા છે? હવે જાગૃત બને. શુભકાર્યમાં પ્રમાદ ન કરો. ઉઠ જાગ મુસાફિર ભેર ભઈ, અબ રેન નહિ જે સેવત હૈ, જે જાગત હૈ સે પાવત હૈ, જે સેવત છે જે ખોવત હૈ હે આત્માઓ! પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છોડીને બેઠા થાઓ. આંખમાંથી ઉંઘ ઉડાડે. રાત્રિ પૂરી થઈને પ્રભાત પ્રગટ્યું છે. હવે નહિ જાગે તે કયારે જાગશે? જે અવસરને ઓળખીને જાગે છે તે જીવનમાં કંઈક પામે છે અને જે મેહનિદ્રામાં ભાન ભૂલીને ઘસઘસાટ ઉંધ્યા કરે છે તે આત્મકલ્યાણ કરવાની અમૂલ્ય તકને ગુમાવી દે છે, પછી ફરી ફરીને આવી અમૂલ્ય તક જીવનમાં આવવી મુશ્કેલ છે. આ ઉત્તમ મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને આત્મકલ્યાણ કરવા માટે જિનશાસન મળ્યું છે. એમાં પાછી વીતરાગ ભગવાનની વાણી સાંભળવાને વેગ મળે છે તે આ તકને કેમ ચૂકાય? ભગવાનની વાણી તે ભવસાગરમાં ભૂલા પડેલા માનવીને સાચે રાહ બતાવનારી છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy