SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ : मंत्र संसारं त्रिजगदनुपमं सर्व पापारिमंत्र, संसारोच्छेदमंत्रं विषमविषहरं कर्मनिर्मूल मंत्र । मंत्र सिद्धिप्रदानं शिव सुखं जननं केवलज्ञान मंत्र, मंत्र श्री जैन मंत्र जप जप जपितं जन्म निर्वाण मंत्रम् ॥ ચૌદપૂર્વીના સારરૂપ નમસ્કાર મહામંત્ર ત્રિભુવનમાં અનુપમ છે. સંપાપરૂપી શત્રુઓને હણવામાં વજ્ર જેવો છે. જન્મ-મરણ રૂપ સૌંસારના નાશ કરવામાં સમ છે. ગમે તેવા વિષમ વિષને ઉતારનારા છે, ભવાભવના કર્મોને નિર્મૂળ કરવામાં સમ છે. રિદ્ધિ સિદ્ધિ અને શિવસુખને આપનારો છે. કેવળજ્ઞાનને પ્રગટાવનારા છે. વાર’વાર જપાયેલો આ મંત્ર નિર્વાણ સુખને આપે છે. આટલા માટે જ્ઞાની મહષિ એ નમસ્કાર મહામત્રના સૌથી વધારે મહિમા ગાય છે, કારણ કે નવકારમંત્ર એ કલ્યાણુ કુંદનમાં ચળકતુ નંગ છે, ચારિત્ર ચદ્રને ચમકાવનારુ નિળ નભ છે. આત્માને જાગૃત કરનાર નુપૂર છે. મેાક્ષમંદિરમાં પ્રવેશ કરવાનુ નગર છે, નિયમેનુ. ન ંદનવન છે અને નમ્રતાની નારગી છે. નવકારમંત્ર ચૌદ પૂના સાર છે. ચૌદપૂર્વી પણ નવકારમ`ત્રના વિસ્તાર છે. ચૌદ પૂર્વધારીએ પણ અંતિમ સમયે એનુ ધ્યાન ધરે છે ને શરણ સ્વીકારે છે. નવકારમંત્ર જેમ સારભૂત છે તેમ નવકારને ગણનારા પણ સારભૂત બને છે. ચૌદપૂર્વી એ પણ નવકારમ`ત્રના ધ્યાનમાં એકાકાર બનેલા આત્માની પ્રશંસા કરે છે. નવકારમત્ર અ રૂપ છે. જેના ધ્યાનથી આપણા કર્મો નાશ પામે છે. અંધુએ ! આપણામાં અનતકાળથી અહંકાર રહેલા છે તે પુણ્યને ખતમ કરે છે ને પાપને વધારે છે. જે મનુષ્ય આવુ. ઉત્તમ જિનશાસન પામીને નવકારમંત્ર ગણતો નથી તે પાપથી પુષ્ટ અને પુણ્યથી હીન હેાય છે. જો મરણ વખતે ઉપયાગ નવકાર મહામંત્રમાં જોડાઈ જાય અને તે વખતે આયુષ્ય બધાય તે। દેવલાકનુ અંધાય છે. માનવમાત્રનું પરમ અને ચરમ લક્ષ્ય સુખ, શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનુ છે. પાતાના લક્ષ્યને પહેાંચી વળવા આજ સુધી માનવ માત્ર નહિ પણ પ્રાણી માત્ર મહેનત કરી રહ્યા છે. ધન વૈભવ અને એશઆરામમાં એણે સુખ શેાધવા માટે પ્રખળ પુરૂષાથ આરબ્યા ને આંધળી દોટ મૂકી એમાં ગરકાવ બની ગયા પણ એનાથી લક્ષ્ય સિદ્ધિ થવાને બદલે ઉલટી વ્યથા જ વધી. આન'-પ્રમેાદના અનેક સાધનો એણે ઊભા કર્યાં પણ અંતે હાથ ઘસીને બેસી રહેવાનું જ રહ્યું, આટલા માટે જ્ઞાની પુરૂષા વાર'વાર ટકાર કરે છે કે હે માહ નિદ્રામાં પાઢેલા આત્મા ! હવે તો જાગા, કારણ કે આ સ’સારમાં મનવભવની પ્રાપ્તિ થવી અતિ દુ`ભ છે. માનવભવ પામ્યા પછી પણ ઉત્તમ જાતિ, ઉત્તમકુળ, જિનશાસન, શાસ્ત્રવાણીનું શ્રવણ આ બધા ચાગ મળવા એનાથી પણ વધારે દુર્લભ છે, કારણ કે મેાક્ષની વિશેષ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy