SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા, બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ “સંવત ૨૦૩૫ના સુરતના ચાતુર્માસમાં આપેલા પ્રવચને” - ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૩મું અધિકાર:- ચિત્ત અને સંભૂતિ તથા ભીમસેન હરિસેન ચરિત્ર વ્યાખ્યાન ન. અષાઢ વદ ૫ને શનિવાર તા. ૧૪-૭-૭૯ શ્રદ્ધાને અપૂર્વ મહિમા . . સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! અનંત કરૂણનીધિ, શાસનપતિ, સર્વજ્ઞ ભગવંતે જગતના જીના શ્રેયને માટે કલ્યાણકારી, પાવનકારી, મંગલકારી શાસવાણીની રજુઆત કરી છે. એવા શાસ્ત્રનું પ્રતિપાદન કરનાર ભગવાન કેવા છે. તે બતાવતા સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે ગમતીd ને, શાળબિ જ જાણશો ' સä મનતિ તે તારું, હંસળવાતા / અ. ૧૫ ગાથા ૧ - જે પદાર્થો ભૂતકાળમાં જે અવસ્થામાં હતા, વર્તમાનકાળે જે અવસ્થામાં રહેલા છે, ભવિષ્યકાળમાં જે અવસ્થામાં હશે તે સર્વ પદાર્થોને તથા તેની ત્રણે કાળની પર્યાયને, દ્રવ્યથી અને પર્યાયથી જીવ તથા અજીવ સર્વ પદાર્થોને જાણવાવાળા તથા છકાય જીવન રક્ષણ કરનારા, સર્વના હિતચિંતક, દર્શનાવરણીય આદિ ઘાતી કર્મોના અંત કરવાવાળા એવા સર્વજ્ઞાની, સર્વદશી, કેવળજ્ઞાની ભગવાન જીવોના નેતા છે. તેઓશ્રી જીવોને વિશિષ્ટ ઉપદેશ આપી પ્રાણીઓને સંસાર સાગરમાંથી સાચો માર્ગ બતાવી પાર પમાડનાર નેતા છે. આ ચાતુર્માસના પવિત્ર દિવસોમાં ભગવંતના મુખમાંથી ઝરેલી વાણીમાંથી કોઈ પણ એક અધિકારની મંગલ શરૂઆત કરતા પહેલા સર્વ પ્રથમ પતતપાવન, અધમ ઉદ્ધારક, ભવદુઃખભંજન એવા નવકાર મહામંત્રનું સ્મરણ કરી મંગલાચરણ કરીએ, કારણ કે કોઈપણ શુભકાર્યને પ્રારંભ કરતા પહેલા પંચ પરમેષ્ઠી ભગવંતનું સ્મરણ કરવું જોઈએ. આપણુ જિનશાસનમાં નિવકાર મંત્રનું એક અનોખું સ્થાન છે. નવકારમંત્રને મહિમા કેટલો છે તે તમે જાણે છે ? એક શ્લેકમાં પણ કહ્યું છે કે શા. ૧
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy